રૂપિયા ૧,૫૦૦ કરોડની યોજનાને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષ માટે ઓછા મૂલ્યના ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે એક પ્રોત્સાહન યોજનાને બુધવારે મંજૂરી આપી હતી અને તેના માટે શ્૧,૫૦૦ કરોડની ફાળવણી કરી છે.
આ યોજના હેઠળ નાના દુકાનદારોને ઓછા મૂલ્યના ભીમ-યુપીઆઈ ટ્રાન્ઝેક્શન (પી૨એમ) માટે પ્રોત્સાહન આપશે અને તેમને લાભ થશે.યોજનાની માર્ગદર્શિકા મુજબ નાના વેપારીઓને શ્૨,૦૦૦ સુધીના યુપીઆઈ પર્સન-ટુ-મર્ચન્ટ (પી૨એમ) ટ્રાન્ઝેક્શન પર ૦.૧૫% પ્રોત્સાહન મળશે.
તેનાથી વિપરીત મોટા વેપારીઓને આવા ટાન્ઝેક્શન માટે કોઈ પ્રોત્સાહન મળશે નહીં. નાના વેપારીઓને ટ્રાન્ઝેક્શન મૂલ્યના ૦.૧૫ ટકા સુધી પ્રોત્સાહન આપવાનો હેતુ સરળ, સુરક્ષિત અને ઝડપથી રોકડ પ્રવાહ સુનિશ્ચિત કરવાનો છે. તેનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટની સુવિધામાં પણ વધારો થશે.આ સ્કીમથી સામાન્ય નાગરિકોને કોઈ વધારાના ચાર્જ વગર ચુકવણીની સરળ સુવિધાનો લાભ મળશે.
આ પ્રોત્સાહન યોજનાના અમલથી નાના વેપારીઓ કોઇ વધારાના ખર્ચ વગર યુપીઆઈ સેવાઓનો ઉપયોગ કરી શકશે. નાના વેપારીઓ ભાવ પ્રત્યે સંવેદનશીલ હોવાથી આ પ્રોત્સાહનો તેમને યુપીઆઈ ચુકવણી સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરશે.SS1MS