ચૂંટણી અન્વયે કેબલ નેટવર્કએ પ્રસારણની સીડી રોજેરોજ ચૂંટણી તંત્રને આપવી પડશે
કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમા ગૃહો, રેડીયો, ઇલેક્ટ્રોનીક પ્રસાર માધ્યમો માટે ચૂંટણીને અનુલક્ષી જાહેરનામું
(માહિતી બ્યુરો, પાલનપુર) ભારતના ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થયેલ હોઇ આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં આ ચૂંટણી માટે મતદાન તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ હાથ ધરાનાર છે.
તેમજ આ ચૂંટણીની તમામ પ્રક્રિયા તા.૧૦/૧૨/૨૦૨૨ ના રોજ પુરી થનાર છે. પ્રવર્તમાન ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઇલેક્ટ્રોનિક મીડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય
તેમજ છસ્ અને હ્લસ્ રેડીયો નેટવર્ક, સિનેમા ગૃહો વિગેરેથી કરવામાં આવે છે. ભારતના ચૂંટણી આયોગે ચૂંટણીઓ નિષ્?પક્ષ, તટસ્થ, શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજી શકાય તેમજ ચૂંટણી આયોગે જાહેર કરેલ આદર્શ આચારસંહિતાની અમલવારી સુનિશ્વિત કરી શકાય, ચૂંટણી પ્રચાર સમયગાળા દરમ્યાન હરીફ ઉમેદવારો, રાજકીય પક્ષો, સામાન્ય નાગરિકો તરફથી આચારસંહિતાનો ભંગ થયાની ફરીયાદો મળતી રહે છે.
આવી ફરીયાદોમાં તથ્થ છે કે કેમ ? તે ચકાસી શકાય તથા આદર્શ આચારસંહિતાનું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કોઇ કલમોને કે અત્રેથી બહાર પાડવામાં આવેલ કલમ ૧૪૪ હેઠળના જાહેરનામાનો ભંગ થયેલ છે કે કેમ ? તે ચકાસી જાે ભંગ થયાનું જણાય તો તાકીદના ધોરણે સંબંધિતો સામે યોગ્ય પગલાં લઇ શકાય તે માટે શ્રી આનંદ પટેલ, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૧ (૧૯૭૪નો બીજાે અધિનિયમ) ની કલમ ૧૪૪ થી મળેલ સત્તાની રૂએ આદેશ કરવામાં આવ્યો છે.
સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમા ગૃહો, એફએમ રેડીયો, દૂરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઇલેક્ટ્રોનીક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પુરી થતાં સુધીના સમયગાળા દરમ્યાન પ્રત્યેક દિવસે સવારના ૦૬.૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬.૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ
પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦.૩૦ કલાક સુધીમાં જિલ્લાકક્ષાની મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામકશ્રી, ઇદગાહ રોડ, પાલનપુરની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડી, સીડી પહોચાડ્યા બદલ પહોંચ મેળવી રેકર્ડમાં જાળવી, જરૂરીયાતના પ્રસંગે ૨૪ કલાક પુરાં થતાં પહેલા પણ કરવામાં આવેલ
પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી તેમજ નાયબ માહિતી નિયામકશ્રી, આદર્શ આચારસંહિતાની અમલવારી અર્થે નિયુક્ત નોડલ અધિકારીશ્રી તથા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ પણ જરૂરીયાતના કિસ્સામાં તાકીદે કાર્યવાહી કરવી.