કેડિલા ફાર્માએ ઈન્દ્રવદન મોદીની જન્મજયંતિ પ્રસંગે મેડિકલ કેમ્પ યોજ્યો
અમદાવાદ, દેશની સૌથી જૂની અને સૌથી મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં સમાવેશ પામતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સે તેના સ્થાપક ઈન્દ્રવદન એ. મોદીની સ્મૃતિમાં તેમની જન્મજયંતિ પ્રસંગે કેડિલાનાં વિવિધ સંકુલોમાં રકતદાન શિબિર, વૃક્ષારોપણ ઝુંબેશ અને મેડિકલ કેમ્પનુ આયોજન કર્યું હતું રકતદાન શિબિરને કેડિલા ફાર્માસ્યુટિકલ્સના કર્મચારીઓ તરફથી ખૂબ જ પ્રોત્સાહક પ્રતિભાવ હાંસલ થયો હતો. એ દિવસે ૭૧,૦૦૦ મી.લી.રકતદાન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના વિવિધ સ્થલે સેંકડો વૃક્ષોનુવાવેતર કરવામાં આવ્યુ હતું.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ચાલુ વર્ષના પ્રથમ બે માસમાં ૧૨,૯૦૦ વૃક્ષ સહિત ચાલુ વર્ષે આશરે ૧ લાખ વૃક્ષનુ વાવેતર કર્યુ છે. શરણમ હૉસ્પિટલ ધોળકા અને એસ્ટ્રલ પાઈપ્સના સહયોગથી કંપનીની સીએસએર પ્રવૃત્તિના નેજા હેઠળ એક મલ્ટી સ્પેશ્યાલિટી મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ૫૦૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. જે દર્દીઓને વધુ સારવારની જરૂર હોયતેમને કાકા-બા હૉસ્પિટલ, હાંસોટ, આંખની હૉસ્પિટલ, બારેજા અને શરણમ હૉસ્પિટલ ધોળકા ખાતે સારવાર આપવામાં આવશે. ઈન્દ્રશીલ કાકા-બા અને કલાબુધ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની ચેરિટેબલ શાખા છે, તેના ટ્રસ્ટી ભરત ચાંપાનેરીયા જણાવે છે કે “કેડિલા ફાર્માસ્યુટિકલ્સે તેના સ્થાપક ઈન્દ્રવદન એ. મોદીના વિઝન અને વચન અનુસાર કેડિલા કોર્પોરેટ જવાબદારીના ભાગ તરીકે દરેક પ્રકારે સમાજને કશુંક પરત કરવાની ભાવના નિભાવી રહી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના કર્મચારીઓએ શ્રી મોદીની સ્મૃતિમાં રકતદાન સિબિર અને વૃશ્રારોપણ ઝુંબેશનો આયોજન કર્યુ હતું. ”