વનીકરણ ભંડોળમાંથી iPhone લેપટોપ ખરીદાયા હતા; કેગના રિપોર્ટમાં ખુલાસો

નિશ્ચિત કરાયેલા ભંડોળમાંથી ઉત્તરાખંડના વન વિભાગે કરોડો રૂપિયાના ખર્ચે આઈફોન, લેપટોપ, રેફ્રિજરેટર્સ અને કૂલર ખરીદવામાં આવ્યા હતા.
(એજન્સી) દેહરાદુન, જનતાના રૂપિયાનો સરકારી તંત્ર દ્વારા દુરુપયોગ થવો, એ હવે ભારતમાં કોઈ નવાઈની વાત નથી રહી. તાજેતરમાં પણ આવો એક દુરુપયોગ સામે આવ્યો છે. ઉત્તરાખંડમાં વનીકરણ માટે નિશ્ચિત કરાયેલા ભંડોળમાંથી રાજ્યના વન વિભાગે પોતાના અંગત વપરાશ હેતુ વિવિધ ચીજવસ્તુઓ ખરીદી લીધી હોવાનું જાણવા મળ્યું છે! આ હકીકતનો ખુલાસો ભારતના ‘કોમ્પ્ટ્રોલર એન્ડ આૅડિટર જનરલ’ દ્વારા હાથ ધરવામાં આવેલા આૅડિટમાં થયો છે.
‘દેવભૂમિ’ કહેવાતું ઉત્તરાખંડ રાજ્ય ત્યાંના પર્યાવરણ અને ખુશનુમા આબોહવાને લીધે જાણીતું છે. કુદરતે આ પર્વતાળ રાજ્યને લખલૂંટ કુદરતી સૌંદર્યની લહાણી કરી છે. જોકે, છેલ્લા થોડા વર્ષોમાં વિકાસના નામે આ રાજ્યની કુદરતી સંપદાઓનો કચ્ચરઘાણ કાઢવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજ્યના વન વિભાગે વનીકરણ માટે ફાળવાયેલા ભંડોળનો ઉપયોગ અસંબંધિત ચીજવસ્તુઓ ખરીદવા માટે કર્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે આઈફોન, લેપટોપ, રેફ્રિજરેટર્સ અને કૂલર ખરીદવામાં આવ્યા હતા. ઉપરાંત, વન વિભાગની ઈમારતોના રિનોવેશનમાં અને કાનૂની ફીની ચૂકવણીમાં પણ વનીકરણ માટેનું ભંડોળ નિયમોનો ભંગ કરીને વાપરવામાં આવ્યું હતું.
‘કોમ્પ્ટ્રોલર અને આૅડિટર જનરલ’ દ્વારા હાથ ધરવામાં આવેલા આૅડિટમાં આ સત્ય સામે આવ્યું છે. અહેવાલમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ સુધીની ‘કોમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી’ની કામગીરીને આવરી લેવામાં આવી છે. અહેવાલ ગુરુવારે વિધાનસભામાં સબમિટ કરવામાં આવ્યો હતો. ઝ્રછય્ના અહેવાલ મુજબ, કુલ ૧૩.૮૬ કરોડ રૂપિયા વનીકરણ પર ખર્ચવાને બદલે ભળતી જ પ્રવૃત્તિઓમાં વેડફવામાં આવ્યા હતા. જોકે, અહેવાલમાં આ ખર્ચાઓનું વિગતવાર વિવરણ આપવામાં આવ્યું નથી.
ઝ્રછસ્ઁછ કેન્દ્રિય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ આવે છે. ઝ્રછસ્ઁછ નું કામ જંગલની જમીનને બિન-જંગલ હેતુઓ માટે રૂપાંતરિત કરનાર વિકાસકર્તાઓ પાસેથી એકત્રિત ભંડોળનું સંચાલન કરવાનું છે. જંગલની જેટલી જમીન રૂપાંતરિત થઈ હોય એટલી જમીનમાં બીજે કશે વનીકરણ કરવાની જવાબદારી ઝ્રછસ્ઁછ ની હોય છે.
અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે નવી જગ્યાએ જે વનીકરણ કરવામાં આવે છે એના વૃક્ષોનો ટકી જવાનો દર ખાસ્સો નીચો છે. વૃક્ષોની બચવાની સરેરાશ ટકાવારી ફક્ત ૩૩.૫૧ % જ છે. એનો અર્થ એ કે જેટલા નવા વૃક્ષો રોપાય છે એમાંના ફક્ત ત્રીજા ભાગના વૃક્ષો જ ટકી જાય છે અને વિકસીને મોટા થાય છે.