Western Times News

Gujarati News

રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ ૨૩ આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા છે.

ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.       

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને  શ્રી એમ.કે.દાસમાહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકા સિંઘમાહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીસરકારી મુદ્રણ અને છાપકામના નિયામક શ્રી વી. એમ. રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.