કોલસેન્ટર સ્કેમઃ વિદેશમાં વસતા સંતાનોના વાલીઓ માટે ચિંતા

અમદાવાદ, લગભગ આઠ દસ વર્ષ પહેલા અમદાવાદના તમામ કોમર્શિયલ કોમ્પલેક્સમાં કોલસેન્ટરો ધમધમતા હતા. વિદેશી (ખાસ કરીને અમેરિકા) નાગરિકોને છેતરીને તેમની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. અમદાવાદમાં પોલીસનું દબાણ વધતાં કોલસેન્ટના સંચાલકો હાલ ચંડીગઢ શિફ્ટ થઇ ગયા છે પરંતુ આ દૂષણ તો ચાલુ જ છે.
હવે અમેરિકામાં બેઠેલા આ કૌભાંડના સાગરિતો કામધંધાની શોધમાં અમેરિકામાં પહોંચેલા યુવકોને ટાર્ગેટ કરી રહ્યા છે. કોલ સેન્ટરના કાળા કારોબારમાં જાણતા અજાણતા એન્ટ્રી મેળવી લેતા આવા યુવકોની જિંદગી બરબાદ થઇ રહી છે.
દોઢેક મહિના પહેલાં જ આવી રીતે કોલ સેન્ટરકાંડનો ભોગ બનેલી એક મહિલાના ઘરે ૩૨ હજાર ડોલર લેવા ગયા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા. હાલ તો તેમનું ભાવિ અંધકારમય છે પરંતુ આ ઘટનાથી યુવાનો અને તેમના વાલીઓએ ચેતી જવાની જરૂર છે.
આવા કોલસેન્ટર અમેરિકા ઉપરાંત કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ ચાલી રહ્યા છે. ઘણા સમયથી અમેરિકામાં નોકરીવાંચ્છુ યુવાનોને આકર્ષક પગાર કે કમિશન પર કામ આપવાની ઓફર કરવામાં આવતી હોય છે. જેમાં કોલસેન્ટરના સંચાલકોએ જે લોકોને ટાર્ગેટ કરીને રૂપિયા આપવા માટે કન્વિસ કરી લે ત્યારે તમના ઘરે જઇને યુવાનોને રૂપાય લઇ આવવાના હોય છે.
હવે વાતોમાં આવી ગયેલા યુવાને જે રૂપિયા લાવે તેમાંથી તેમને મોટું કમિશન આપવામાં આવતું હોય છે. એટલે યુવાનો આ જ કામ કરે છે. કોલસેન્ટરના સંચાલકની વાતોમાં આવી ગયેલા ગાંધીનગરના બે યુવાનો જય પટેલ અને વિજય પટેલ (નામ બદલ્યા છે) અમેરિકના મહિલાના ઘરેથી રૂપિયા લેવા ગયા અને સ્થાનિક પોલસના હાથે ઝડપાઇ ગયા. આ તો થઇ અમેરિકાની વાત આવા કોલસેન્ટર કેનેડામાં પણ ચાલી જ રહ્યા છે. માટે હવે યુવાનો આવા કોલ સેન્ટરમાં કામ માટેની ઓફર મળે ત્યારે એલર્ટ થઇ જવાની જરૂર છે.
ભારતમાં વસતા વાલીઓએ પણ વિદેશમાં ભણવા કે કેમ ધંધા માટે ગયેલા પોતાના સંતાનોને આવી વાતમાં નહી આવવા સજેશન કરવાની જરૂર છે.
કામધંધાની શોધમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતી યુવકો મલેશિયા, કંબોડિયા, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ જઇ રહ્યા છે. ત્યાં તેમની અપેક્ષા મુજબ કામ ન મળતાં તેઓ દ્વિધામાં હોય ત્યારે જ ચાઇનીઝ માફિયાઓ દ્વારા ચલાવતા કોલ સેન્ટરમાં કામ કરવાની તેમને આકર્ષક પગાર સાથેની ઓફર મળે છે.
કોલ સેન્ટરમાં તાલીમ મળે અને કામ શરૂ થાય ત્યારે તેમને ખબર પડે કે આ તો હિન્દી અને સ્થાનિક ભાષામાં પોતાના જ દેશ (ભારત)ના નાગરિકનો ધમકાવીને પૈસા પડાવવાનો ખેલ છે. પૈસા મળે પરંતુ આ કામે ગેરકાયદે છે. કોઇ યુવક ઇનકાર કરે તો ચાલાક માફિયા દ્વારા તેનો જે વીડિયો ઉતારી લેવામાં આવ્યો હોય તે ગવર્નમેન્ટને આપીની ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોય છે.SS1MS