ડાકોર પીઆઇ પોલીસ સ્ટેશન દ્વારા ઉતરાણને અનુલક્ષીને મુહિમ
(પ્રતિનિધિ)ડાકોર, પતંગની દોરીથી તેમજ ચાઈનીઝ દોરીથી લોકોના ગળા ના કપાઈ જાય તેમ જ અકસ્માત ન થાય તે માટે આજે તેમણે બાઈક સવારોને લોખંડના ગાડ આપી અને આ મુહિમ ચલાવી હતી. સાથે રીક્ષા ફેરવી ઉતરાયણમા ચાઇનીઝ દોરી ન વાપરવા તેમજ આ દોરીના ઉપયોગથી લોકોના કિમતી જીવ નુ જાેખમ છે તેમજ આ દોરીનો ઉપયોગ કરવા વાળાને સરકારી નીતિ નિયમો પ્રમાણે દંડ થશે.
તેમ એનાઉન્સ કરી ગામ મા તથા ગામડા ના લોકો ને અવગત કરાવવા કોશિશ કરી. સાથે રીક્ષા ઉપર પોલીસના જવાનોએ ડાકોર પોલીસની જનતા દ્વારા અપીલના બેનરો લગાવી દોરીથી અકસ્માત ન થાય તેમ જ મોત ના થાય તે માટે પણ મુહીમ ચલાવી હતી. આમ ખેડા જિલ્લામાં આવેલ ઠાસરા તાલુકાના ડાકોર પોલિસ સ્ટેશન ખાતે પીઆઇ તેમજ પી એસ આઈ ધ્વારા આ જાહેર જનતાના જીવ બચાવવા માટે ઘણા બધા સ્કૂટર ચાલકોને તેમજ બાઈક ચાલકોને જીવન રક્ષા ગાર્ડ આપી એક સરાહનીય કામગીરી હાથ ધરી હતી.