Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભમાં જાેડાવા પ્રોત્સાહન પૂરું પાડવા શિબિરો યોજાશે

(માહિતી) વડોદરા, ખેલ મહાકુંભ ૨.૦ માટેના રજીસ્ટ્રેશન માટે વડોદરાની રમત ગમત કચેરીએ આગવી પહેલ કરી છે. જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ આ મહાકુંભમાં ભાગ લે તે હેતુથી ડી. ડી. ઓ. સુશ્રી મમતા હીરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં રમત-ગમતના શિક્ષકો તેમજ કોચ સાથે બેઠક યોજાઈ હતી.

આ વખતે ખેલ મહાકુંભ ૨.૦ માં તાલુકા કક્ષાએ વિજેતા થનાર માટે સમાન રોકડ પુરસ્કાર, દરેક વય જૂથ માટે સમાન રોકડ પુરસ્કાર તેમજ ખેલાડીઓ માટે આ વખતે ચાર નવી રમતો વુડબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ અને સેપક ટકરા જેવી રમતો આકર્ષણ ઊભું કરશે. ખેલ મહાકુંભ ૨.૦ ના દરેક પ્રોફેશનલ સ્પોર્ટ્‌સ લીગના વિજેતા ખેલાડીઓ તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરાએ વિવિધ રમતોમાં મહત્તમ ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખેલાડીઓ તેમની રમત ગમત પ્રત્યેની કુશળતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરતાંની સાથે તેણીએ કહ્યું હતું કે,

રમત-ગમત એ સ્વસ્થ સમાજનો મહત્વપૂર્ણ ભાગ છે. દરેક ખેલાડીએ આ આવેલા અવસરને વધાવીને અચૂક ભાગ લેવો જાેઈએ તેમ કહેતાં સમગ્ર જિલ્લાની શાળાઓ અને કોલેજાેમાં ખેલ મહાકુંભ વિશે જાગૃતિ લાવવા શિબિરોનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. તેમજ ખેલ મહાકુંભમાં મહત્તમ ખેલાડીઓ ભાગ લે તે માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતાં.

જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી ક્રિષ્ના પંડ્યા અને જિલ્લા રમત-ગમત અધિકારી દિનેશ કદમે ખેલ મહાકુંભ ૨.૦ માં સમાવિષ્ટ નવી બાબતો અને રમતો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. જેમાં તાલુકા કક્ષાના ખેલાડીઓ માટે ઈનામની રકમ, એક ખેલાડી બે રમતોમાં ભાગ લઈ શકે છે અને ઓનલાઈન ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જેવા કેટલાક મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ તેઓએ મીટીંગ દરમિયાન કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.