કેમ્પસ એક્ટિવવેરે કોચીના લુલુ મોલમાં પ્રથમ એક્સક્લુઝિવ આઉટલેટનું અનાવરણ કર્યું
કેમ્પસ એક્ટિવવેરે સમગ્ર ભારતમાં 200 સ્ટોર્સનો માઈલસ્ટોન હાંસલ કર્યો
નવી દિલ્હી, ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડમાંની એક કેમ્પસ એક્ટિવવેરે સમગ્ર ભારતમાં 200માં સ્ટોર્સની સિદ્ધિ હાંસલ કરીને વિસ્તરણ અને વૃદ્ધિ તરફની તેની સફરમાં એક મોટો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યાની જાહેરાત કરી છે. આ સિદ્ધિની ઉજવણી કરવા માટે, કંપનીએ ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા, ફેશનેબલ અને પરવડે તેવા એક્ટિવવેર પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાના પ્રમાણપત્ર તરીકે કોચીમાં લુલુ મોલમાં તેનું પ્રથમ વિશિષ્ટ આઉટલેટ ખોલ્યું હતું.
2017માં તેની રિટેલ સફરની શરૂઆત કરનાર કેમ્પસ એક્ટિવવેરે વર્ષ 2020 સુધીમાં 35 બ્રાન્ડ આઉટલેટ્સ ખોલ્યા હતા. ત્યારથી માંડીને ગયા વર્ષે 100 સ્ટોર્સ ખોલીને રિટેલ વિસ્તરણ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને, બ્રાન્ડ સતત વિકાસ અને વિસ્તરણ કરી રહી છે. આજે કેમ્પસ સમગ્ર ભારતમાં 200 સ્ટોર્સ સુધી પહોંચી ગઈ છે, જે તેની પ્રોડક્ટ્સને ગ્રાહકો માટે પહેલા કરતાં વધુ સુલભ બનાવે છે.
આ માઈલસ્ટોનને ચિહ્નિત કરવા માટે, કેમ્પસ એક્ટિવવેરે પ્રતિષ્ઠિત લુલુ મોલ ખાતે કોચીમાં તેનું પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ખોલ્યું છે. આ આઉટલેટ સમકાલીન ડિઝાઇન ધરાવે છે, જે ફેશન-ફોરવર્ડ એક્ટિવ વેર માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નવો સ્ટોર ગ્રાહકોને અપ્રતિમ શોપિંગ અનુભવ પ્રદાન કરીને નવીનતમ કલેક્શન અને વિશિષ્ટ ડિઝાઇન પ્રદર્શિત કરશે. આઉટલેટ લોન્ચ એ ફેશનને સતત આગળ ધપાવવાની અને સુષુપ્ત માંગને પૂરી કરતી વખતે ગ્રાહકની બ્રાન્ડ સફરમાં મૂલ્ય ઉમેરવા માટે મલ્ટી-ચેનલ વેચાણ અભિગમ અપનાવવાની બ્રાન્ડની વૃદ્ધિની યાત્રાનો એક ભાગ છે.
આ લોંચ અંગે વાત કરતાં કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના સીઈઓ, શ્રી નિખિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે કોચીના લુલુ મોલમાં અમારા પ્રથમ એક્સક્લુઝિવ આઉટલેટના લોન્ચની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ, જે સમગ્ર ભારતમાં અમારા 200માં સ્ટોરના માઈલસ્ટોનને પણ ચિહ્નિત કરે છે. આ અદ્ભુત સિદ્ધિ ગુણવત્તા, શૈલી અને પરવડે તેવી ક્ષમતાને એકીકૃત રીતે ભેળવતા ફૂટવેર પહોંચાડવાના અમારા અતૂટ સમર્પણનું પ્રતિબિંબ છે.
અમારું નવું ઉદ્ઘાટન કરાયેલું આઉટલેટ અત્યાધુનિક શોપિંગ અનુભવ ધરાવે છે જે અમારા ગ્રાહકના રિટેલ અનુભવને વધારવાનું વચન આપે છે. વધુ સારી બ્રાન્ડ વિઝિબિલિટી, સુલભ કિંમતો અને વધેલા ગ્રાહક ટચ-પોઇન્ટ્સ સાથે, અમે ઉચ્ચતમ સ્તરના ગ્રાહક સંતોષની ખાતરી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”
કેમ્પસ એક્ટિવવેરનાં 200મા સ્ટોર લોંચ માઈલસ્ટોનનો વીડિયો : https://www.youtube.com/watch?v=9B6e2-QsMrU
તમામ ગ્રાહકો અને હિતધારકોના સમર્થન સાથે, કેમ્પસને એ બાબતનો ગર્વ છે કે તેની પ્રોડક્ટ્સ, ગુણવત્તા અને ડિઝાઇન પ્રત્યેનો શોખ સમગ્ર શહેરો અને નગરોમાં ઝડપથી વધ્યો છે. સમય સાથે વિકસતા, કેમ્પસનો ઉદ્દેશ્ય આત્મવિશ્વાસની અભિવ્યક્તિને વેગ આપવા અને યુવાનોમાં પગરખાં અંગેની સભાનતા વધારવાનો છે.
એક મહત્વાકાંક્ષા તરીકે, કેમ્પસ એક્ટિવવેરનો હેતુ ભારતમાં સૌથી વધુ પસંદગીની એથ્લેઝર બ્રાન્ડ તરીકે ઉભરી આવવાનો છે, અને કંપની ગ્રાહકોના પગને ફેશન પ્રદાન કરવા માટે દરેક વખતે ડિઝાઇન અને પ્રોડક્ટ ઇનોવેશન પર મોટો મદાર રાખે છે.