કેમ્પ્સ એક્ટિવવેરે વાર્ષિક રિટેલર મીટ દરમિયાન ‘ઑટમ એન્ડ વિન્ટર કલેક્શન’ પ્રસ્તુત કર્યું
વર્ષના અંત સુધીમાં 300થી વધારે શૂની નવી ડિઝાઇનો પ્રસ્તુત કરવાની યોજના, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે શાનદાર ફૂટવેર
નવી દિલ્હી, ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ અને એથલેઝર બ્રાન્ડ કેમ્પસ એક્ટિવવેર લિમિટેડ (કેમ્પસ એક્ટિવવેર) (નાણાકીય વર્ષ 2020-21માં મૂલ્ય અને વોલ્યુમની દ્રષ્ટિએ) (અગાઉ કેમ્પસ એક્ટિવવેર પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી)એ
12 અને 12 સપ્ટેમ્બર, 2022ના રોજ પોતાના ડિસ્ટ્રિબ્યુટર મેસર્સ એપ્પોસાઇટ માર્કેટિંગ દિલ્હી સાથે નવી દિલ્હીમાં પોતાના વાર્ષિક રિટેલર્સ મીટનું આયોજન કર્યું હતું. આ મીટનું સંચાલન કરતાં કેમ્પિસ એક્ટિવવેર લિમિટેડના એમબીઓ કન્ટ્રી હેડ શ્રી સુરેન્દર બંસલે 300થી વધારે નવી શૂ ડિઝાઇનોની જાહેરાત કરી હતી,
જેમાં 100 ડિઝાઇનોને અગાઉ પ્રસ્તુત કરવામાં આવી છે અને બાકીની ડિઝાઇનો વર્ષ 2022ના અંત સુધીમાં પ્રસ્તુત કરવામાં આવશે. તેમને સકારાત્મક ભાવના, સતત ફોકસ અને સમર્પણ માટે રિટેલરોની પ્રશંસા કરી હતી, જે અંતર્ગત પાર્ટનરશિપમાં વિશ્વસનયિતા વધી છે.
આ કાર્યક્રમ દરમિયાન કેમ્પસ એક્ટિવવેર તરફથી ‘ઑટમ અને વિન્ટર’ કલેક્શન પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપભોક્તાઓને વિવિધ પ્રકારના ઉત્પાદનો પ્રસ્તુત કરતી આ રેન્જ તમામ રિટેલરોના માધ્યમ થકી પ્રસ્તુત કરવામાં આવશે. આ કલેક્શનમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે દરેક પ્રસંગ માટે અનુકૂળ ઉત્પાદનો છે, જે ફેશન-લાઇફ સ્ટાઇલ અને આરામનો શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે, જેમને તેઓ તેમની મરજી મુજબ પહેરી શકે છે.
કાર્યક્રમ વિશે વાત કરતાં કેમ્પસ એક્ટિવવેર લિમિટેડના સીએમઓ મિસ પ્રેરણા અગ્રવાલે કહ્યું હતું કે, ‘‘અમને ખુશી છે કે, અમે અમારા એક્ષ્ટેન્ડેડ ફેમિલી – અમારા વિતરકો અને રિટેલરો સાથે જોડવાનો અને તેમને અમારો વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયો દર્શાવવાની તક મળી છે.
આપણે ખભેખભો મિલાવીને વેચાણ વધારવા અને સતત વિકાસમાં યોગદાન કરીશું. કેમ્પસે સ્પોર્ટસ અને એથ્લેઝર ફૂટવેર સેગમેન્ટમાં પોતાની વિશેષ ઓળખ સ્થાપિત કરી છે અને હવે અમારા પાર્ટનર્સ અને ઉપભોક્તા પોતે અમારા ઉત્પાદનોની માંગણી કરી રહ્યાં છે,
ત્યારે કામ જોરશોરથી ચાલુ છે અને આ વર્ષના અંત સુધીમાં અમે 300થી વધારે નવી શૂ ડિઝાઇન પ્રસ્તુત કરીશું. આ તમામ અમારી આધુનિક યોજનાઓ અને ફેશન ટ્રેન્ડની સમજણનું જ પરિણામ છે, જેના પરિણામે અમે ઉપભોક્તાઓની આશાઓ પર ખરાં ઉતર્યા છીએ અને ગુણવત્તાની સાથે સમાધાન કર્યા વિના તેમને ઉત્કૃષ્ટ અને વાજબી ઉત્પાદનો ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ.’’
આ બે દિવસ દરમિયાન આપણે કેમ્પસની ભાવિ યોજનાઓ અને અનુભવો વિશે જણાવવાની તક મળી, કેમ્પસ રિટેલર્સ મીટમાં જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ વાત એ હતી કે, કેમ્પસે વિવિધ કેટેગરીઓમાં પોતાના વિવિધ પોર્ટફોલિયોને રિટેલર્સ અને વિતરકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો.
ઑન-સ્પૉટ ખરીદી કરનાર ગ્રાહકો માટે બહુ રસપ્રદ રીતે રિટેલર્સ કનેક્ટ પ્રોગ્રામ, કેમ્પસ સૌભાગ્ય લક્ષ્મી યોજના અને અન્ય ઘણી ઓફર્સ રજૂ થઈ હતી. સારી કામગરી કરનાર રિટેલર્સ અને વિતરકોને કાર્યક્રમ દરમિયાન કેમ્પસ એલાઇટ પાર્ટનર્સ સ્વરૂપે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
કેમ્પસ પોતાની શ્રેષ્ઠ ટેકનિકો અને ડિઝાઇનો સાથે દરેક ભારતીયની સક્રિય જીવનશૈલીની અભિન્ન હિસ્સો બનવા અને તેમના ફૂટવેરનો વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવા માટે પ્રયાસરત છીએ.
કેમ્પસનું રિટેલ નેટવર્ક દેશભરમાં 19000થી વધારે સ્ટોર સામેલ છે, બ્રાન્ડ તમામ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ મારફતે પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કેમ્પસ શૂ વિશે જાગૃતિ વધારવા અને ભારતની સૌથી મહત્વાકાંક્ષી સ્પોર્ટ્સ અને એથ્લેઝર બ્રાન્ડ બનવા તત્પર છે.