શું મોટી ઉંમરે પણ સ્ત્રી માતા બની શકે છે?
માતા બનવાની ઝંખના દરેક સ્ત્રીમાં હોય છે. સ્ત્રીઓમાં વંધ્યત્વ એટલે શું? સ્ત્રી-પુરુષનાં લગ્ન થાય અને થોડા વર્ષો સુધી ઘરમાં પારણું ન બંધાય ત્યારે આવુ માની શકાય કે બંન્નેમાંથી એકમાં અથવા બંન્ને પાર્ટનરમાં વંધ્યત્વ હોઇ શકે. સામાન્ય રીતે આપણા સમાજમાં સ્ત્રીઓ પર જ વંધ્યત્વનો પહેલો આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ હવે આધુનિક સંશોધન ક્રિયાની સહારે આપણે ચોક્ક્સપણે નિદાન કરી શકીએ છીએ.
સામાન્યત: સ્ત્રીનું વંધ્યત્વ એ ગર્ભધારણ કરવામાં અને બાળકોને જન્મ આપવામાં અસમર્થતતા બતાવે છે. આજકાલતો વંધ્યત્વના કારણથી શોધી કાઢવા માટે અનેક આધુનીક તપાસો ઉપલબ્ધ છે, જેવીકે સીમન એનાલીસીસ ઇસ્ટ્રોજન,પ્રોજેસ્ટેરોન લેવલ,LH, FSH લેવલ, એન્ડોમેટ્રિયલ બાયોપ્સી HSG, X-RAY, સોનોગ્રાફી, ઓવ્યુલેશન ચાર્ટ વગેરે.
જેના દ્રારા શુક્રાણુકે સ્ત્રીબીજ બંનેમાંથી એક અથવા બંને દોષિત છે કે નહીં તેની તપાસ કરાવી શકાય છે. ચિકિત્સક પોતે નક્કી કરે છે કે ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી છે. મારે ત્યાં આવતા એક યુગલનો આ બાબતનો ઇલાજ ચાલુ છે તેઓ દેશ વિદેશમાં અનેક તપાસ કરાવી આવ્યા હતા.
બધા રિપોર્ટ નોર્મલ આવે, શુક્રાણુની અલ્પતા જણાયા કરે. મારી ચિકિત્સામાં નક્કી કર્યુકે એન્ટી સ્પર્મ એન્ટીબોડીની તપાસ કરાવતા પરિણામ આવ્યુંકે બંનેના લોહીમાં એન્ટી સ્પર્મ એંટીબોડીઝ ઓછાવત્તા પ્રમાણમાંહાજર હતા.આધુનિક તપાસ આવા કેસમાં પાયાનો ભાગ ભજવે છે એ મારો પોતાનો અનુભવ છે.
સ્ત્રીઓની વંધ્યત્વની સમસ્યા માટે ખૂબજ સફળ પુરવાર થયેલ દવાઓ વિશે જણાવું છું આ દવાઓથી વંધ્યત્વ, ગર્ભસ્ત્રાવ, ઋતુચક્ર સાફ ન આવવું, ગર્ભ ન રહેવો, મરેલુ બાળક આવતું હોય, તો તે મટી સ્ત્રી ગર્ભધારણ કરે છે. 40 વર્ષની ઉપરની સ્ત્રીઓના વંધ્યત્વમાં પણ આ દવાઓ અકસીર પુરવાર થઇ છે.
વંધ્યત્વના કારણો: કોઇપણ જૂની બીમારી, શારીરિક નબળાઇ, પાડુંરોગ, ટીબી, ટાઇફોઇડ વગેરેથી આવતી કમજોરીને કારણે પણ વંધ્યત્વ આવી શકે છે. ગોનોરિયા, સિફિલસ જેવા જાતિય રોગો અને ફેલોપીયન ટ્યુબનો સોજો પણ કારણરૂપ બની શકે છે. એનિમિયા (પાંડુ), જૂની કબજીયાત, શ્ર્વેતપ્રદર જેવા રોગો પણ વંધ્યત્વ માટે જવાબદાર હોઇ શકે છે. અંત:સ્ત્રાવની ગ્રંથીઓ અને પ્રજનન કેંદ્રોમાં ખામી હોવી અથવા અંત:સ્ત્રાવની ખામીરહીત મેટાબોલીઝમ આ બધા કારણો પણ વંધ્યત્વ માટે જવાબદાર હોઇ શકે.
સ્ટ્રેસ, ચિતાં, માનસિક હતાશા, વ્યગ્રતા, ડિપ્રેશન અને ભય પણ વંધ્યત્વને નોતરે છે. એ ભૂલવું ના જોઇએ. તદ્ઉપરાંત અંડકોષ, ગર્ભાશયની વિકૃતી, હોર્મોનલ અસામાન્યતા અને ફેલોપિયન ટ્યુબની વિકૃતી પણ સ્ત્રીનેમાતા બનવાથી રોકી શકે છે.
પથ્યા પથ્ય: પથ્ય ખોરાકમાં કમળના બી, બદામ, પિસ્તા, ઘઊં, જુવાર લીલા શાકભાજી તથા ફળો બેલેન્સ ડાયટ માં લેવા. તેની સાથે દૂધ, ઘી, તેલ, મધ, દહીં, પનીર પણ પૂરતા પ્રમાણમાં લેવા જોઇએ. 70 થી 80 % ખોરાક પોતાના કુદરતી સ્વરૂપમાં એટલે કે,અનકૂક્ડ (રાંધ્યા વગરનો ખોરાક ) લેવો હિતાવહ છે. કારણકે રાંધવાની પ્રક્રિયાથી ખોરાકની મોટાભાગની વેલ્યુ નષ્ટ પામે છે. ફણગાવેલા મગ, મઠ, ચણા, મેથી પણ ફણગાવેલી તેના કાચા સ્વરૂપમાં લેવી.
ઉપચારો:સ્ત્રીઓની વંધ્યત્વની સમસ્યા માટે ખૂબજ સફળ પુરવાર થયેલ દવાઓ વિશે જણાવું છું આ દવાઓથી વંધ્યત્વ,ગર્ભસ્ત્રાવ, ઋતુચક્ર સાફ ન આવવું, ગર્ભ ન રહેવો, મરેલુ બાળક આવતું હોય,તો તે મટી સ્ત્રી ગર્ભધારણ કરે છે. 40 વર્ષની ઉપરની સ્ત્રીઓના વંધ્યત્વમાં પણ આ દવાઓ અકસીર પુરવાર થઇ છે. લક્ષણો કેટલા પ્રમાણમાં છે તે ઉપરથી દવાઓનું સેવન કરવાનું કહેવામાં આવે છે.
દવાના મુખ્ય ઘટક દ્રવ્યો: પુત્રજીવકના બીજ, બીજોરાનાબીજ, કમળકાકડી, અશ્ર્વગંધા, જેઠીમધ, ત્રિફળા, દેવદાર, ઉલટકમલ, શિવલીંગનાબીજ, બંગભસ્મ, લોહભસ્મ,પારસ પીપળાનાબીજ, સુખડ,નાગકેસર (અસલી), સરપંખો, ભસ્મોને જુદીરાખી વનસ્પતિઓનું બારિક ચૂર્ણ કરી સર્વ સાથે મેળવીને નીચેની ચીજોના રસ કે કવાથની એક-એક ભાવના દેવી.
ગુણધર્મો: સ્ત્રીબીજનું ઉત્પાદન વધારી સમયસર ઓવરીમાંથી બહારપાડે.સરવાઇકલ મ્યુકસને પાતળું બનાવે. જેથી શુક્રાણુ સહેલાઇથી ગર્ભાશયના મુખ સુધી પહોંચી સ્ત્રીબીજ ન બનતું હોય્ય તેવી સ્ત્રીઓમાં આ ગોળીમાં રહેલ બીજોરાના બીજ સ્ત્રીબીજ બનાવવા સહાયભૂત થાય છે. ગર્ભાશયની આકુંચન સંકુચનની ક્રિયાને ગતિમય બનાવે(ગર્ભાધારણ થતાં પહેલા) જેથી, સ્ત્રીબીજ, પુરુષબીજ આસાનીથી ફળદ્રુપ બની શકે ગર્ભનાધારણ થયા પછી ગર્ભાશયની ક્રિયા નિયમિત રાખે. આમ કરતાં ગર્ભાશયમાં જવા માટે શુક્રાણુનામાર્ગમાં જે અવરોધ હોય તેને દૂર કરે છે.
આ ઔષધના ઘટક દ્રવ્યોનું એટલુ સુંદર સંયોજન કરેલુ છે કે ગર્ભાધારણ થવા માટેના ચારેય ક્ષેત્રમાં તે ઉપયોગી નિવડે છે. પિટ્યુટરીગ્રંથીના અંતસ્ત્રાવને પણ સપ્રમાણ બનાવે અને લોહીમાં ફરતા અયોગ્ય તત્વોને દૂર કરી પોતાની કાર્યશિલતા વધારે છે.ઘણી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ, આર્તવદોષમાં જ તકલીફ હોયછે.તે પણ આ ટીકડીનુ સેવન, ઉલટકમલના કવાથ સાથે વૈધની સૂચના મુજબ કરવાથી ચોક્ક્સ લાભ થાય છે.અને LH,FSH તથા ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના લેવલને પણ રક્તમાં સપ્રમાણીત રાખે છે.
શ્વેતપ્રદર, રક્તપ્રદર, પાડુંતા સ્ત્રીઓને વારંવાર થતો ગર્ભપાત વગેરે કારણો માટેપણ આ ટીકડીના સેવનથી જરૂર ગર્ભધારણ થાય છે.અને ગર્ભાવસ્થા દરમિયાન કોઇ તકલીફ રહેતી નથી.
એક ગર્ભાધારણ શક્તિ વર્ધક ટીકડી: જેના મુખ્ય ઘટક દ્રવ્યો છે.સુવર્ણ ભસ્મ,બંગભસ્મ,રૌપ્યભસ્મ,ત્રિબંગભસ્મ,લોહભસ્મ,પ્રવાલપિસ્ટી,શ્વેતચંદન,નાગચંપો,શતાવરી આ અક્સીર ટીકડી પુરૂષમાં અલ્પવિર્યતા,વિકૃતિવિર્યતા.શુક્રાણુ અલ્પતા વગેરે વીર્યદોષો નાબૂદ થઇ પુરૂષ વીર્યશીલ બને તેવા ઘણા યોગો છે.
આ ટીકડીમાં રહેલા મુખ્ય ઘટક દ્રવ્યો ઉપરાંત અભ્રકભસ્મ, લોહભસ્મ, રસસિંદુર અને વધુમાં સુવર્ણ મકરધ્વજ ષોડષગુણ અનુપાન ઉમેરેલ છે એજોસ્પર્મિયા, ઓલીગોસ્પર્મીય, ઇંદ્રિયોમાં શિથિલતા જેવા અસાધ્ય ગણાતા રોગોમાં પણ વિશેષ કામ કરી આપી શુક્રાણુના કાઉન્ટ વધારે છે.