મધુમેહ-ડાયાબિટીસ શું આ રોગ મટી શકે છે?
મધુમેહના રોગમાં સાકરનું (ગ્લુકોઝનું) પ્રમાણ વધી જાય છે. ગ્લુકોઝ એટલે સાકર કે જે તમારા શરીરના કોષો તેને ઇધંન તીકે વાપરે છે. જયો ગ્લુકોઝ કોષમાં જવાને બદલે લોહીમાં વધી જાય છે ત્યારે બે જાતની તકલીફો થઈ શકે છે. એક કે જેમાં તમારા કોષો શક્તિ માટે ઝેર છે. અને બીજી કે જેમાં ગ્લુકોઝનું વધુ પડ્તું પ્રમાણ, તમારી આંખોને, મુત્રાશયને અથવા હૃદયને ઇજા કરી શકે છે. Can diabetes be cured?
પહેલું નિદાન તમારે એ કરવાનું કે તમને ક્યાં પ્રકારનો મધુમેહ થયો છે. મધુમેહ ના પ્રકારો
જયુવેનાઇલ ડાયબીટીસ (બાળ મધુમેહ), બાળ મધુમેહ (બાળવસ્થામાં આ થઈ શકે) અથવા ઇન્શુલીન ઉપર અવલંબિત રહેનારા ડાયબીટીસ છે. આ સ્વાદુપિંડ્ના ખરાબ થવાથી થાય છે. સ્વાદુપિંડ આ અવયવ તમારા પેટની નજીક હોય છે અને તેમાં બિટા કોષ આવેલા હોય છે. ’ઇન્શુલીન’ તૈયાર કરવો એ બિટા પેશીનું મહત્તવનું કાર્ય હોય છે. અને તમારું શરીર જરુરીયાત પ્રમાણે ગ્લુકોઝ લે છે.
ઇન્શુલીન નામનો આ ર્હોમોન્સ પાચન ક્રિયા દ્વારા ગ્લુકોઝને રુપાંતરિત કરે છે. ક્યારેક બિટા પેશી ખરાબ થાય કે ઇન્શુલીન ન મળવાથી ગ્લુકોઝ બીજે ક્યાંય ન જતાં રકત્તમાં જ રહે છે. બિટા પેશી ખરાબ થવાના ઘણાં કારણો છે. પરંતુ આ પ્રકારમાં રોગપ્રતિબંધક પ્રક્રિયામાં કઈંક ઉણપ થાય છે. તેના લીધે બિટા પેશી નાશ પામે છે. બિટા પેશીના અભાવથી પેશી ઇન્શુલીન તૈયારી કરી શક્તાં નથી. જેના લીધે લોહીમાં સાકર વધે છે એથી મધુમેહ થાય છે. મચ્યુરીટી આૅનસેટ ડાયબીટીસ (પ્રૌઢાવસ્થામાં થતો મધુમેહ)
બીજા પ્રકારનો રોગ એ એક સામાન્ય પ્રકારનો મધુમેહ છે. જયા તમે ખાવો છો ત્યાં તમારું શરીર ખાઘેલા ખોરાકને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. ખોરાક તમારા શરીરનું ઇધંન છે. તંદુરુસ્ત વ્યક્તિમાં ઇન્શુલીન આ સાકરને કોષોમાં ભેળવે છે. પરંતુ જેને આવા પ્રકારનો રોગ હોય છે તેમના શરીરમાં કશુંક ખોટું થતું હોય છે. આ લોકોમાં પુરતા પ્રમાણમાં ઇન્શુલીન તૈયાર થતું નથી. ક્યારેક કોષો ઇન્શુલીનનો અનાદર કરે છે અને આથી ઇન્શુલીન કોષોમાં પ્રવેશતું નથી.
નિદાન ઃ
મધુમેહના દર્દીઓને એવું સમજાય છે કે કશુંક અજુગતું થઈ રહયું છે. દર્દીને કઈંક ત્રાસ થતો હોય તેવા લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે દેખાતા લક્ષણો નીચે મુજબ છે. કોઇપણ પ્રયત્ન વગર વજન ઓછું થવું ઘટવું.વારંવાર પેશાબ જવું.સખત ભૂખ લાગવી. વારંવાર તરસ લાગવી. જોતી વખતે આખોમાં તકલીફ઼્ઓ થવી. થાક લાગવો. બેભાન થવું. આ ઉપચાર મુજબના લક્ષણો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાથી થાય છે. આ લક્ષણો જોઇ ડૉક્ટર તમને મધુમેહ થયાનું જણાવે છે. આની ખાત્રી કરવા માટે અથવા ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે ડૉક્ટર તમને લોહીની તપાસણી સુચવે છે.
શું આ રોગ મટી શકે છે? બીજા પ્રકારના મધુમેહથી પીડાતા દર્દીના લોહીમાં સાકરનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ યોગ્ય સારવાર (સલાહ) થી તમારા લોહીમાં સાકરનું પ્રમાણ માફ઼્કસર થઈ શકે છે. માફ઼્કસર સાકરનું પ્રમાણ થાય એટલે તમે રોગમુક્ત થયા છો એમ માનવું નહીં. એ સિવાય લોહિમાં સામાન્ય સાકરનું પ્રમાણ એમ સુચવે છે કે તમારી સારવર યોગ્ય પાટા પર છે. અને તમે તમારી સારી સંભાળ લઈ રહયા છો.
ઉપચારઃ આમળાનું ચુર્ણ ફાકવાથી મધુમેહના રાહત થાય છે.-સારા પાકા જાંબુને સુકવી બારીક ખાંડી, ચૂર્ણ બનાબી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી મધુમેહ મટે છે.- લસણને પીસીને તેનું પાણી પીવાથી મધુમેહ મટે છે.-રોજ રાત્રે દોઢથી બે તોલો મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખુબ મસળી, ગાળીને પીવાથી મધુમેહ મટે છે.- હળદર ગાંઠિયાને પીસી, ધીમાં શેકી થોડી સાકર મેળવી, રોજ ખાવાથી મધુમેહના ખુબ ફાયદો થાય છે.- હરડે, બહેડા, કડવા લીમડાની અંતર છાલ, મામેજવો ને જાંબુના ઠળીયા સાથે સરખે ભાગ લઈ બારિક ચુર્ણ કરી સવાર- સાંજ લેવાથી મધુમેહ મટે છે.-
હળદર એક ચમચી અને આમળાનું ચુર્ણ એક ચમચી ભેગા કરી રોજ સવાર-સાંજ લેવાથી મધુમેહમાં ખુબ રાહત થાય છે.- ૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રના પાન ૩૦ ને વાટી ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી સવારે ખુબ મસળી કપડાથી ગાળી સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઇ ખાવું નહિ ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી મધુમેહ મટે છે.-લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી મધુમેહ મટે છે. વૈદની દેખ રેખ હેટળ મહામેજવાઘનવટી, માધુરીવટી ,શું. શિલાજીત જેવા ઔષધો ઉપયોગમાં લેવાથી ફાયદો થાય છે
તમારા ધ્યાનમાં આવ્યું હશે કે પૌષ્ટીક આહાર, વજનનું ઘટવું અને શરીરને તંદુરૂસ્ત રાખવાથી તમે લોહીમાં સાકરનું પ્રમાણ સામાન્ય રાખી શકો છો. તમે આ ચકાસણી ઘરમાં પણ કરી શકો છો અને તમારી સારવાર યોગ્ય રીતે થાય છે કે નહી તે પણ તપાસી શકો છો. આ તપાસ માટે તમારો તમારી આંગળીમાંથી લોહીનું એકાદ બિંદુ કાઢી, ખાસ પ્રકારની પટી પર મુકો. ગ્લુકોમીટરના સાધનથી (કે જે હવે બજામાં સહેલાઇથી મળી શકે છે) તમે તમારા લોહીમાં સાકરનું પ્રમાણ કેટલું છે તે જાણી શકશો.
વજન ઘટાડવું આ રોગના દર્દીને વજન ઘટાડવું એ સારવારમાં માટો ભાગ ભજવે છે. આને લીધે શરીર ઇન્શુલીનનો વપરાશ સરી રીતે કરશે. સૌથી સુંદર રસ્તો વજન ઘટાડવા માટે એ છે કે કસરત કરવી અને સમતોલ આહાર લેવો. સમતોલ આહાર માટે તમે ઓછી કેલેરી વાળો ખોરાક લો છો જેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. તમો વજન કેટલું ઓછું કરવું યોગ્ય છે તે માટે તમે યોગ્ય સલાહકારની મદદ નક્કી કરો .
૧૦ અથવા ૨૦ પાઉન્ડ (૪ થી ૮ કિલો) વજનનો ઘટાડો મધુમેહને કાબૂમાં રાખી શકે છે. ત્યા બાદ દર અઠવાડીયે કેટલું વજન ઓછું કરવું તે નક્કી કરો. દર અઠવાડીયે વધુમાં વધુ ૧ પાઉન્ડ( અર્ધો કિલો) વજન ઘટાડવું. થોડું થોડું વજન ઘટાડવું એ તંદુરસ્તી માટે સારૂં અને ફાયદાકારક છે.
કસરત અને આહાર, જે તમે ખાવો છો ત્યારે તમારૂં શરીર ખોરાકને સાકરમાં ફેરવે છે. સંતુલિત આહાર લોહીમાં ખાંડના પ્રમાણને બનાવી રાખે છે. મધુમેહના દર્દીનો ખોરાક સામાન્ય વ્યક્તિના ખોરાક જેવો જ હોવો જોઇએ કે જેમાં – ચરબીનું પ્રમાણ ઓછું, પુરતાં પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાયડ્રેટ વધું પ્રમાણમાં હોય જેવું કે બીયાવાળા ખોરાક, શાક્ભાજી અને અનાજ – જેવું કે ઘઊ, કઠોળ, ભાત. પ્રવૃત્તીમય રહેવાથી તમારા કોષો લોહીમાંથી સાકર વાપરે છે.
આને લીધે કસરત પણ સારવારમાં એક મોટો ભાગ ભજવે છે. તમે જો રોજ કસરત કરતા હો તો તમારી નવી કસરતને આમાં સામેલ કરી શકો છો. જો તમે કસરત ના કરતાં હોય તો આ એક યોગ્ય સમય છે કે તમારો કસરત ચાલુ કરો. જો તમે રોજ અંદાજે ૩૦ મિનિટ કસરત કરતાં હશો અને તેને ટૂંકા વિભાગમાં વહેંયશો તો પણ તમને સરો ફાયદો થશે. જો તમે કસરત કરવા ટેવાયેલા ના હો તો થોડી થોડી કસરત કરવાનું શરૂ કરો. રોજ પાંચ મિનિટ ચાલવાની કસરત તમને યોગ્ય પાટા પર લાવશે.