Western Times News

Gujarati News

HDFCએ ELSS ટેક્સ સેવર દ્વારા સંપત્તિ સર્જન અને કર બચતનો બમણો લાભ મેળવી શકાશે?

પ્રતિકાત્મક

મુંબઈ, 19 માર્ચ 2024: કર-બચત રોકાણોની દુનિયામાં, એચડીએફસી ELSS ટેક્સ સેવર ફંડ રોકાણકારોને કર બચત અને સંભવિત સંપત્તિ સર્જનનો બેવડો લાભ પ્રદાન કરતા રોકાણ તરીકે ઉભરી આવ્યું છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80C મુજબ જૂના શાસન હેઠળ (અન્ય નિર્ધારિત રોકાણો સાથે) સ્કીમમાં વાર્ષિક રૂ. 1,50,000 સુધીનું રોકાણ કપાત માટે માન્ય છે.

સ્કીમનો 3-વર્ષનો લોક-ઇન પિરિયડ એ સુનિશ્ચિત કરે છે કે રોકાણકારો ઇક્વિટી માર્કેટમાં ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે લાંબા ગાળા માટે રોકાણ કરે છે. રસપ્રદ વાત એ છે કે, લોક-ઇન પિરિયડ અન્ય કોન્વેન્શનલ કલમ 80C માટે લાયક રોકાણ વિકલ્પો જેમ કે પીપીએફ, એનએસસી અથવા ટેક્સ સેવિંગ એફડી કરતાં ઓછો છે.

એચડીએફસી ELSS ટેક્સ સેવર તેની અનુભવી ઈન-હાઉસ રિસર્ચ ટીમ દ્વારા 400 શેરોને આવરી લેતા રિસર્ચ આધારિત રોકાણ પ્રક્રિયાને અનુસરે છે. ફંડની રોકાણ ફિલસુફી વાજબી મૂલ્યાંકન સાથે ગુણવત્તાયુક્ત કંપનીઓમાં લાંબાગાળા માટે રોકાણ કરવાની છે. ફંડ મધ્યમથી લાંબાગાળા માટે ગ્રોથ કરતી ફંડામેન્ટલી મજબૂત કંપનીઓમાં રોકાણ કરે છે, જે ઈન્ડસ્ટ્રીમાં આકરી સ્પર્ધા વચ્ચે સારુ પ્રદર્શન કરી રહી છે.

કંપનીના ફંડામેન્ટલ્સ અને વેલ્યુએશન પર ચાંપતી નજર સાથે તમામ સેક્ટર્સ અને થીમ્સમાં  વૈવિધ્યકરણ એ ફંડનો મુખ્ય આધારસ્તંભ છે, જે રોકાણકારોને શિસ્તબદ્ધ અને સ્કેલેબલ પ્રોસેસ દ્વારા ટકાઉ રીતે સંપત્તિ સર્જન કરવામાં મદદ કરે છે.

31 માર્ચ, 1996ના રોજ એચડીએફસી ELSS ટેક્સ સેવરમાં ₹10,000નું રોકાણ 29 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 22.50%ના CAGR પર વધીને ₹28,99,345 થયુ છે. રોકાણકારો એસઆઈપી કે લમસમ રોકાણનો વિકલ્પ અપનાવી દર મહિને ₹500ની નીચી કિંમતે પણ રોકાણ કરે છે.

સિનિયર ફંડ મેનેજર રોશી જૈને જણાવ્યું હતું કે, “એચડીએફસી ELSS ટેક્સ સેવર શિસ્તબદ્ધ ઇક્વિટીમાં રોકાણ અને એચડીએફસી AMCની રોકાણકારોને લાંબા ગાળાના મૂલ્યો પ્રદાન કરવાની અતૂટ પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. લગભગ 28 વર્ષના ટ્રેક રેકોર્ડ સાથે, આ પ્રવાસ માત્ર સંપત્તિ સર્જન માટે કર-બચત રોકાણોની સંભવિતતાને જ પ્રકાશિત કરતું નથી પરંતુ અમારી ફંડામેન્ટલ્સ-આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફી પ્રત્યેના અમારા સમર્પણને પુનઃપુષ્ટ કરે છે.”

એચડીએફસી એએમસીના એમડી અને સીઈઓ શ્રી નવનીત મુનોતે જણાવ્યું હતુ કે, “ઈક્વિટીમાં સંપત્તિ સર્જન માટે “સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ + સમય + ધીરજ એ મૂળ સિદ્ધાંતો છે. એચડીએફસી ELSS ટેક્સ સેવર, લગભગ 28 વર્ષનો ટ્રેક રેકોર્ડ આ સિદ્ધાંતોની સાક્ષી આપે છે. સંપત્તિ સર્જન અને વૈવિધ્યસભર પોર્ટફોલિયોની સંભવિતતા ઉપરાંત, કર બચતનો લાભ આ ફંડને એક સ્માર્ટ રોકાણ પસંદગી બનાવે છે; અને દરેક ભારતીય માટે સંપત્તિ સર્જક બનવાના અમારા મિશનને પરિપૂર્ણ કરે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.