Western Times News

Gujarati News

કેનેડાના નાયબ વડાપ્રધાનના રાજીનામા બાદ જસ્ટિન રાજીનામું આપશે?

કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું

(એજન્સી)ઓટાવા, કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વડા પ્રધાન જસ્ટિન ટ્‌›ડોને સોંપ્યું છે. આ રાજીનામા પત્રમાં ફ્રીલેન્ડે કહ્યું છે કે ગયા અઠવાડિયે ટ્‌›ડોએ તેમને નાણા મંત્રી પદ પરથી હટાવવાનો પ્રયાસ કર્યાે હતો અને તેમને કેબિનેટમાં અન્ય કોઈ ભૂમિકાની ઓફર કરી હતી. તેમણે રાજીનામામાં કહ્યું કે કેબિનેટ છોડવું એ એક માત્ર પ્રામાણિક અને વ્યવહારુ રસ્તો છે.

ફ્રીલેન્ડનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડા અને યુએસ વચ્ચે સરહદ સુરક્ષા અંગે ચર્ચા થવાની હતી. કેનેડાના ડેપ્યુટી પીએમ અને નાણા મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે અચાનક રાજીનામું આપી દીધું છે.

રાજીનામું આપતી વખતે, તેમણે કહ્યું કે તેઓ હવે કેનેડા માટે શ્રેષ્ઠ માર્ગ વિશે વડાપ્રધાન જસ્ટિન ટ્‌›ડો સાથે સહમત નથી.ફ્રીલેન્ડ સંસદમાં આર્થિક ઘટાડાના આંકડા રજૂ કરવાના હતા. આના થોડા કલાકો પહેલા જ તેમણે પદ છોડી દીધું હતું.

દસ્તાવેજમાં વ્યાપકપણે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે સરકારે ૨૦૨૩-૨૪ માટે આયોજન કરતાં ઘણી મોટી બજેટ ખાધ ચલાવી છે.ફ્રીલેન્ડે ટ્‌›ડોને એક પત્ર લખ્યો હતો જે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાે હતો. તેમાં તેણે કહ્યું હતું કે, ‘છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી તમે અને હું કેનેડાને આગળ લઈ જવા તે અંગે મતભેદો હતા.’ કેબિનેટમાં ટ્‌›ડોના સૌથી નજીકના સાથી ગણાતા ફ્રીલેન્ડે નાણાપ્રધાન તેમજ નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.