Western Times News

Gujarati News

અમે વેચવાના નથી અને ક્યારેય વેચાઈશું નહીંઃ ગ્રીનલેન્ડના વડાપ્રધાન USAના ટ્રમ્પ પર ગુસ્સે થયા

(એજન્સી) વોશિંગ્ટન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ૬ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ અચાનક તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેનેડામાં આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ ત્યારે તેમનું પગલું આવ્યું અને તેઓ ચૂંટણી પહેલા પક્ષમાં નેતૃત્વ પરિવર્તનનો સંકેત આપી રહ્યા હતા.

ટ્રુડોએ કહ્યું કે જ્યાં સુધી તેમની પાર્ટી લિબરલ પાર્ટી નવા નેતાની પસંદગી નહીં કરે ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહેશે. પરંતુ ટ્રુડોના રાજીનામા પછી, નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની દરખાસ્ત જે હેડલાઈન્સ બની હતી.

ટ્રમ્પે ગયા મહિને ધમકી આપી હતી કે પનામા કેનાલને અમેરિકન કંટ્રોલમાં પરત લઈ જશે. આ નહેર કેરેબિયન દેશ પનામાનો ભાગ છે. 1999 સુધી આ નહેર પર અમેરિકાનું નિયંત્રણ હતું.

ટ્રમ્પનું કહેવું છે કે, આ કેનાલનો ઉપયોગ કરવા માટે પનામા અમેરિકા કરતાં વધુ ચાર્જ લઈ રહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીન નહેર પર પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે.

ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકન નિયંત્રણમાં લેવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાને લાગે છે કે ગ્રીનલેન્ડ પર અમારું નિયંત્રણ સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટ્રમ્પના નિવેદન પર ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યૂટ એગેડેએ કહ્યું કે, અમે વેચાઉ નથી અને નહીં ક્યારેય વેચાઉ હોઈશું.

જસ્ટિન ટ્રુડોના રાજીનામાના કલાકો પછી, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે આ વિચાર વ્યક્ત કર્યો હોય.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે નકશા શેર કર્યા છે. આમાંના એક નકશામાં તેમણે કેનેડાને અમેરિકા બતાવ્યું છે, જ્યારે બીજા નકશામાં તેમણે કેનેડાને લઈને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે, જેને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે અને કેનેડાના નેતાઓએ ટ્રમ્પને બેફામ જવાબો આપવાનું શરૂ કર્યું છે.

આ પહેલા ટ્રમ્પે ૨૦૨૪માં માર-એ-લાગોમાં ટ્રમ્પ અને ટ્રુડોની બેઠક બાદ કેનેડા વિશે આ વિચાર રજૂ કર્યો હતો અને ત્યારથી તેઓ આ પ્રસ્તાવને પોતાના સોશિયલ મીડિયા પર ઘણી વખત શેર કરી ચૂક્યા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઘણા કેનેડિયન આ વિચારને સમર્થન આપે છે અને તેને એક કુદરતી પગલું માને છે.

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, “કેનેડામાં એવા ઘણા લોકો છે જેઓ યુનાઇટેડ સ્ટેટ્‌સમાં ૫૧માં રાજ્ય તરીકે જોડાવા માંગે છે.” તેમણે કહ્યું કે યુએસ હવે તેની અર્થવ્યવસ્થા જાળવવા માટે કેનેડાએ જે ભારે વેપાર ખાધ અને અન્ય આર્થિક બોજો ઉઠાવવો પડશે તે પરવડી શકે તેમ નથી. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ટ્રુડો પરિસ્થિતિને સમજતા હતા

અને કદાચ તેથી જ તેમણે રાજીનામું આપ્યું હતું. ટ્રમ્પનું નિવેદન એ પણ સંકેત આપે છે કે તેઓ અમેરિકા અને કેનેડા વચ્ચેના વેપાર સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ માને છે કે જો કેનેડા અમેરિકાનો હિસ્સો બનશે તો તેનાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો મજબૂત થશે અને ટેરિફ ખતમ થઈ જશે. આ ઉપરાંત, ટેક્સનો દર પણ ઘટશે, જેનાથી બંને દેશોના નાગરિકોને આર્થિક લાભ થશે.

ટ્રમ્પે પોતાના પ્રસ્તાવમાં એમ પણ કહ્યું કે જો કેનેડા અમેરિકાનો હિસ્સો બનશે તો કેનેડિયન નાગરિકો રશિયા અને ચીન જેવા દેશોના ખતરાથી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક રાજકારણમાં રશિયા અને ચીન સાથે તણાવ વધી રહ્યો છે

અને અમેરિકા આ બંને દેશોને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો માને છે. ટ્રમ્પે કહ્યું, “જો કેનેડા યુનાઇટેડ સ્ટેટ્‌સમાં જોડાય છે, તો બંને દેશોને રશિયા અને ચીન તરફથી કોઈ સૈન્ય ખતરો નહીં આવે અને આપણા રાષ્ટ્રની શક્તિ બમણી થઈ જશે. આપણે એક મહાસત્તા તરીકે ઉભરી શકીશું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.