Western Times News

Gujarati News

કેનેડા જવું છે, 16 જેટલા નિષ્ણાંતોને મળશે એક્સપ્રેસ એન્ટ્રી

કેનેડાએ ૧૬ નવા વ્યવસાયોનો એક્સપ્રેસ એન્ટ્રીમાં સમાવેશ કર્યો

(એજન્સી)કેનેડા, કેનેડાએ પોતાને ત્યાં શ્રમિકોની તંગીને દૂર કરવા દેશમાં ૧૬ નવા વ્યવસાયિકોને આવકારવા કામદારોને પરવાનગી આપવા તેની નવી નીતિ (પોલિસી) જાહેર કરી છે. આ તમામ વ્યવસાયોનો એક્સપ્રેસ એન્ટ્રીની યાદીમાં એવા વ્યવસાય સમાવેશ ધરાવે છે કે જે કેનેડામાં વિવિધ કેટેગરીમાંથી કામદારોની જરૂરિયાત ધરાવે છે અને આ માટે તેમને નોંધપાત્ર પ્રમાણમાં લાભ મળી શકે છે.

આ મારફતે કાયમી ધોરણે કેનેડામાં વસવાટ કરવાની તક મળી શકે છે. બીજી બાજુ નિષ્ણાતોનું કહેવું છે કે એક્સપ્રેસ એન્ટ્રીની વ્યવસ્થા કેનેડા વર્ષ ૨૦૧૫થી જ ધરાવે છે,પણ કોવિડની સ્થિતિને લીધે તેનો મોકૂફ રાખવામાં આવી હતી. હવે , કેનેડાએ તેમા ૧૬ નવા વ્યવસાયોનો એક્સપ્રેસ એન્ટ્રીમાં સમાવેશ કર્યો છે.

વિવિધ પ્રોગ્રામમાં કામકાજને લઈ જાેડાયેલ ઈઈનો આ વ્યવસાયોમાં સમાવેશ થતો ન હતો, આ નવી પ્રોગ્રામમાં ફેડરલ સ્કીલ્ડ વર્કર, ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ, પ્રોવિન્સિયલ નોમની પ્રોગ્રામ અને અન્યોનો સમાવેશ થાય છે, તેમ કેનેડિયન ઈમિગ્રેશન કન્સલ્ટન્સી ચલાવતા ગુરપ્રીત સિંઘે જણાવ્યું હતું.

એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ અંતર્ગત અરજદારે તેની/તેણીના સંબંધિત ક્ષેત્રોમાં અરજી કરવાની રહેશે અને પોતાની માહિતીને જાહેર કરવાની રહેશે. ત્યારબાદ કેનેડાના સત્તાવાળા ડ્રો મારફતે અરજદારોની પસંદગી કરે છે અને આઈટીએમાં અરજ કરવા આમંત્રણ મોકલશે, જે ત્યારબાદ વિગતો ભરવાની રહેશે અને કાયમી રેસિડેન્સી માટે દસ્તાવેજી પૂરાવા રજૂ કરવાના રહેશે.

તેમા ઈગ્લિશ પ્રોફિસિયન્સી ટેસ્ટ ક્લિયરન્સના પૂરાવા, વર્ક સંબંધિત અનુભવને લગતું સર્ટીફિકેટ, પોલિસ રિપોર્ટ, બ્લડ રિલેશન્સ તથા અન્ય આવશ્યક દસ્તાવેજાેનો સમાવેશ થાય છે,જેમાં શૈક્ષણિક યોગ્યતા વગેરેનો સમાવેશ થાય છે.

એક્સપ્રેસ એન્ટ્રી સ્કીમમાં નર્સ સહાયક, લોંગ ટર્મ સહાયક, હોસ્પિટલ એટેન્ડેન્ટ, સ્કૂલ ટીચર તથા ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર સહિતની ૧૬ જેટલી પોસ્ટનો તેમા સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્કીમ મારફતે પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવી છે, એટલે કે તેમણે કાયમી ધોરણે કેનેડામાં રહેવા માટે મંજૂરીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.