કેનેડામાં હવે લેબર શોર્ટેજને પહોંચી વળવા માટે નવા પ્રોગ્રામની જાહેરાત
(એજન્સી)નવી દિલ્હી, કેનેડાની સરકારે હવે લેબર શોર્ટેજને પહોંચી વળવા માટે નવા પ્રોગ્રામની જાહેરાત કરી છે. જેમાં સપ્ટેમ્બરથી માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર પાયલોટ પ્રોજેક્ટમાં વેકેન્સી બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે આ પ્રોગ્રામ ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ હેઠળ શરૂ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આનાથી સીધો ફાયદો ભારતીયો તથા અન્ય વિદેશીઓને થશે, એટલું જ નહીં કેનેડિયન એમ્પ્લોયર પાસે હવે આ પ્રોગ્રામની મદદથી વિદેશી કામદારોને મોટી જવાબદારી સોંપી વેકન્સી ફૂલફિલ કરવાની મોટી તક મળશે. આ પ્રોગ્રામની વાત કરીએ તો
જેમાં એમ્પ્લોયરો લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટનું એક્સેસ મેળવી લેશે જે ૩૬ મહિના સુધી માન્યતા ધરાવશે. એલએમઆઈએ એપ્લિકેશન પ્રોસેસ પણ આની સરળ રહેશે જેથી કરીને આગળ વધારે સમય ન લાગે. આનાથી ફાયદો એ થશે કે કેનેડિયન એમ્પ્લોયરને ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ હેઠળ વિદેશી કામદારોની ભરતી કરવા માટે
આ ટેસ્ટ પૂરી કરવી પડશે. કેનેડામાં નોકરી મેળવવા માટે હવે વિદેશી કામદારો પણ અપ્લાય કરી શકશે. જેમાં તેઓ યોગ્ય માપદંડો અને ટેસ્ટ જે છે તે પાસ કર્યા પછી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઘણા ક્ષેત્રો એવા છે જ્યાં લોકો કામ કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ કેટલીક નીતિ એટલી ચુસ્ત હતી કે તેમને નોકરી મળવી મુશ્કેલ હતી.
જેથી કરીને કેનેડિયન સરકારે લેબર શોર્ટેજને પહોંચી વળવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ૩૬ મહિના સુધી એમ્પ્લોયર આ પ્રોગ્રામ હેઠળ કારીગરોને હાયર કરી શકે છે. સરકારે ત્રણ પગલાં નક્કી કર્યા છે જે પાત્ર એમ્પ્લોયરને તેમની સ્ટાફિંગ જરૂરિયાતોનું આયોજન કરવામાં અને કામચલાઉ કામદારોની ભરતી ઘટાડવામાં મદદ કરશે.