કેનેડામાં રાજકીય સંકટ: ખાલિસ્તાની નેતાએ મોટો ઝટકો આપ્યો
કેનેડામાં જસ્ટિન ટ્રુડો સરકાર લઘુમતીમાં
(એજન્સી)ટોરન્ટો, કેનેડામાં રાજકીય સંકટ ઊભું થયું છે. કેનેડાની ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સરકાર સંકટમાં આવી ગઈ છે. ખાલિસ્તાનીઓના ટેકાથી ચાલતી ટ‰ડો સરકારને ખાલિસ્તાની પક્ષે એકાએક ટેકો પાછો ખેંચી લેતા સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. કેનેડામાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે એ પહેલાં જ ખાલિસ્તાનવાદીઓના પક્ષે જસ્ટિન ટ્રુડો સરકારને આંચકો આપ્યો છે.
કેનેડા ખાલિસ્તાનીઓની તરફેણ કરીને ભારત સામે શિંગડાં ભેરવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ત્યાંના ખાલિસ્તાની નેતાએ મોટો ઝટકો આપ્યો છે. જસ્ટિન ટ્રુડોની સરકારને મોટો ઝટકો આપતા તેમના મુખ્ય સહયોગી જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ લિબરલ પાર્ટીને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે.
તે આગામી સામાન્ય ચૂંટણીના એક વર્ષ પહેલા જસ્ટિન ટ્રુડો ની લઘુમતી સરકારને જોખમમાં મૂકી દીધી છે. પાર્ટીએ બુધવારે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ જાહેરાત કરી હતી. આ જોડાણ જૂન ૨૦૨૫ની ચૂંટણી સુધી ચાલવાનું હતું.
જસ્ટિન ટ્રુડો ની લઘુમતી સરકારને સત્તામાં રહેવામાં મદદ કરનારા ખાલિસ્તાનવાદી પક્ષ એનડીપીના વડા જગમીતસિંહે કેનેડાના વડાપ્રધાન પર કોર્પોરેટ લાલચ સામે ઝૂકી જવાનો આક્ષેપ કર્યો હતો. જગમીત સિંહે દાવો કર્યો હતો કે ઉદારમતવાદીઓએ લોકોને નિરાશ કર્યા છે. “જસ્ટિનએ વારંવાર સાબિત કર્યું છે કે તે હંમેશાં કોર્પોરેટ દબાણને વશ થઈ જાય છે. તેઓ કેનેડિયનો તરફથી બીજી તકને લાયક નથી.