Western Times News

Gujarati News

પંજાબને અલગ દેશ બનાવવા ૧૮મીએ કેનેડામાં જનમત સંગ્રહ

ખાલિસ્તાન સર્મથિત આતંકી સંસ્થા શીખ ફોર જસ્ટીસે ફરી ષડયંત્ર રચ્યું

(એજન્સી)નવીદિલ્હી, ભારતથી અલગ કરીને પંજાબને જુદો દેશ બનાવવાનું ષડયંત્ર રચી રહેલા ખાલીસ્તાની આતંકવાદીઓ બ્રિટન પછી હવે કેનેડામાં જનમતસંગ્રહ કરાવવાની તૈયારી ઝડપી કરી છે. ભારતમાં પ્રતીબંધીત આતંકી સંસ્થા શીખ ફોર જસ્ટીસ દ્વારા કેનેડામાં ખાલીસ્તાન મામલે અલગ પંજાબ દેશ ૧૮ સપ્ટેમ્બરે જનમત સંગ્રહ કરવાનું આયોજન કરાયું છે.

ભારત વિરૂધ્ધ વારંવાર ઝેર આંકતા ગુરપતવંત સિંહ પન્નુ આ આતંકી સંસ્થાના પ્રમુખ છે. પન્નુ પાકિસ્તાનના ઈશારે ભારત વિરૂધ્ધ ગતિવીધી કરી રહયા છે. આ બાબતને લઈને હવે કેનેડાની રાજનીતિ ખુબ ગરમ થઈ ગઈ છે. અને ખાલીસ્તાન પર જનમત સંગ્રહનો ભારતીય દ્વારા આકરો વિરોધ કરવામાં આવી રહયો છે.

આ જનમત સંગ્રહમાં આતંકી સંસ્થા શીખ ફોર જસ્ટીસ કેનેડામાં રહેતા લોકોને પુછી રહી છે કે શું પંજાબ એક અલગ દેશ બનવો જાેઈએ ? આ પહેલા સીખ ફોર જસ્ટીસે નવેમ્બર ર૦ર૧માં બ્રિટનમાં જનમત સંગ્રહ કરાવવાનું નાટક કર્યું હતું. શીખ ફોર જસ્ટીસના ભારત વિરોધી ગતીવિધીઓન કેનેડામાં રહેતા શીખોના સંગઠનો પણ વિરોધ કરી રહયા છે.

ભારત સરકારે પણ આ જનમતસંગ્રહનો વિરોધ કર્યો છે. આ જનમત સંગ્રહની એક ખતરનાક વાત એ છે કે કેનેડા સરકાર સંચાલિત કોમ્યુનીટી સેન્ટરમાં જનમત સંગ્રહનું આયોજન કરાયું છે. ત્યારબાદ પંજાબને અલગ દેશ બનાવવા માટે સ્વિત્ઝલેન્ડ અને ઈટાલીમાં પણ જનમત સંગ્રહનું આયોજન કરાયું હતું.

આ જનમત સંગ્રહને પાકિસ્તાન સરકાર ભરપુર સમર્થન આપી રહી છે. અને શીખોના નામ પર પાકિસ્તાનીઓ આપવા પહોચ્યા હતા શીખ ફોર જસ્ટીસે દાવો કર્યો હતો કે બ્રિટનમાં લંડનમાં આયોજીત જનમત સંગ્રહમાં ૧૦થી૧ર હજાર લોકોએ ભાગ લીધો,

પરંતુ બ્રિટન પર નજર રાખનાર લોકોને કહેવું હતું કે આ જનમતસંગ્રહમાં ફકત ૧૦૦ થી૧પ૦ લોકોએ જ ભાગ લીધો હતો. એટલું જ નહી ખાલીસ્તાન સમર્થીત ત્રણ ગુરુદ્વારો સિવાય કોઈએ કથીત જનમત સંગ્રહ માટે પોતાના પ્લેટફોર્મની મંજૂરી આપી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.