પ્લમ્બર, કડિયા, મિસ્ત્રીઓ માટે કેનેડાએ દરવાજા ખોલ્યાઃ સ્પેશિયલ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો
સ્કિલ્ડ ભારતીય વર્કર્સ માટે દરવાજા ખોલ્યા-ખાસ કરીને જેમને પ્લમ્બર, કડિયાકામ, સુથારીકામ અથવા ઈલેક્ટિÙશિયનનું કામ આવડતું હોય તેના માટે કેનેડામાં તક
ઓટાવા, તમે જો કેનેડામાં કામ કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારા માટે એક ચાન્સ આવી ગયો છે. કેનેડાએ Âસ્કલ્ડ ભારતીય વર્કર્સ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે અને એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોની જાહેરાત કરી છે. ૈંઇઝ્રઝ્રએ તાજેતરમાં એક સ્પેશિયલ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો યોજ્યો હતો જે સ્કીલ્ડ વર્કર્સ માટે હતો. ડિસેમ્બર ૨૦૨૩ પછી આ આવો પહેલો ડ્રો હતો અને એે દેખાડે છે કે કેનેડા દરેક મહત્ત્વના ફિલ્ડમાં ટેલેન્ટને આકર્ષવા માટે તૈયાર છે. કેનેડાએ એલિજિબલ ઉમેદવારોને કુલ ૧૮૦૦ ૈં્છ એટલે કે ઈન્વીટેશન ટુ એપ્લાય મોકલ્યા છે.
તમે Âસ્કલ્ડ પ્રોફેશનલ હોવ અને ટ્રેડ જાણતા હોવ, એટલે કે ઈલેક્ટિÙશિયન, પ્લમ્બર, ટ્રેડર, પાઈપ ફિટર, મિકેનિકનું કામ, કડિયાકામ, સુથારી કામ, ટેકનિશિયનનું કામ આ બધું આવડતું હોય તે તમારા માટે કેનેડામાં કામ કરવાની તક છે. પરંતુ કેનેડામાં કામ કરવા જતા પહેલા તમારે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
એક તો ડ્રો માટે લાયક બનવા માટે તમારી પાસે કોÂમ્પ્રહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ – ઝ્રઇજીમાં ઓછામાં ઓછા ૪૩૬ સ્કોર હોવો જોઈએ. આ ડ્રો એ ૈંઇઝ્રઝ્રની એક મોટી પહેલનો હિસ્સો છે જેમાં પાંચ ટકા જેટલી અરજીઓ ટ્રેડ ઓક્યુપેશનમાંથી લેવામાં આવશે જે કેટેગરી બેઝ્ડ ડ્રો હશે.
આ ઉપરાંત પ્રોવિÂન્શયલ નોમિની પ્રોગ્રામનો પણ ડ્રો થયો છે. બીજી જુલાઈએ જ ઁદ્ગઁના ઉમેદવારો માટે એક એક્સક્લુઝિવ ડ્રો કરવામાં આવ્યો હતો. તેમાં ૯૨૦ ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરેક માટે ઓછામાં ઓછા ૭૩૯નો ઝ્રઇજી સ્કોર જરૂરી હતો. આ પ્રકારના પ્રોગ્રામ સ્પેસિફિક ડ્રો ૩૦ મેથી બહુ કોમ થઈ ગયા છે. તાજેતરમાં ચાર ડ્રો થયા તેમાંથી ત્રણ ડ્રો પીએનપી કેન્ડિડેટ માટે હતા.
હવે ભારતીયો માટે કેવી તક છે તેની વાત કરીએ. ભારતીયો માટે તક વધારે છે ખાસ કરીને જો તેઓ જે તે પ્રોવિન્સમાં જે ટ્રેડની જરૂરિયાત હોય તેમાં અનુભવ ધરાવતા હોય ત્યારે. કેનેડામાં કામ કરતા ઈન્ડિયન પ્રોફેશનલો અથવા સ્ટડી પરમિટ પર આવેલા લોકો પણ પર્મેનન્ટ રેસિડન્સી મેળવવા કેનેડાએ માટે આ રસ્તો વિચારી શકે છે. સ્કીલ્ડ લોકો માટે કેનેડામાં કાયમ માટે સેટલ થવાની આ એક સારી તક છે.
કેનેડા એક્સપ્રેસ એન્ટ્રી શું છે તેની તો મોટા ભાગના લોકોને ખબર જ હશે. એક્સપ્રેસ એર્ન્ટ્રી સિસ્ટમ ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી જેમાં ત્રણ મુખ્ય પ્રોગ્રામ સામે છે – કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ અને ફેડરરલ સ્કીલ્ડ ટ્રેડર્સ પ્રોગ્રામ. તેમાં ઉમેદવારની ઉંમર, અનુભવ, લેંગ્વેજ સ્કીલ, ઓક્યુપેશન જોઈને પસંદગી કરવામાં આવે છે.
એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોના ટાઈપની વાત કરીએ તો તેમાં જનરલ, પ્રોગ્રામ સ્પેસિફિક અથવા કેટેગરી બેઝ્ડનો સમાવેશ થાય છે. જનરલ ડ્રોમાં બધા ઉમેદવારોને ગણતરીમાં લેવાય છે જ્યારે પ્રોગ્રામ સ્પેસિફિકમાં ચોક્કસ પ્રોગ્રામ જેમ કે ઝ્રઈઝ્ર, હ્લજીઉઁ, અથવા હ્લજી્ઁ. ગણતરીમાં લેવાય છે. પીએનપી ઓન્લી ડ્રોમાં એક્સપ્રેસ એન્ટ્રી મારફત નોમિનેટ કરાયેલા ઉમેદવારોને જ ધ્યાનમાં લેવામાં આવે છે.
કેટેગરી બેઝ્ડ સિલેક્શનની વાત કરીએ તો ૨૦૨૩માં તેની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ચોક્કસ સ્કીલ ધરાવતા ઉમેદવારોને ટાર્ગેટ કરવામાં આવે છે જે કેનેડાના વર્કફોર્સમાં જોડાઈ શકે. તેમાં કુલ છ કેટેગરી છે
૧- હેલ્થકેર ઓક્યુપેશન
૨- સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ એટલે કે સ્ટેમ
૩. ટ્રેડ ઓક્યુપેશન જેમ કે લુહારીકામ, સુથારીકામ, પ્લમ્બર
૪. ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન
૫. એગ્રીકલ્ચર અને એગ્રી ફૂડ ઓક્યુપેશન
૬. ફ્રેન્ચ ભાષાની આવડત
એક્સપ્રેસ એન્ટ્રીમાં તમારે જવું હોય તો માત્ર મિનિમમ ક્રાઈટેરિયાનું પાલન કરવાથી નહીં ચાલે. તમારી પાસે બીજા પોઈન્ટ પણ હોવા જોઈએ. જેમ કે વર્ક એક્સપિરિયન્સ. ઓછામાં ઓછા એક વર્ષનો સળંગ ફુલ ટાઈમ Âસ્કલ્ડ વર્ક એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. અથવા એટલા જ સમયનો પાર્ટ ટાઈમ કામ કરવાનો અનુભવ જોઈએ.
ત્યાર પછી એજ્યુકેશન હોવું જરૂરી છે. તમારી પાસે બેઝિક જરૂરિયાત તરીકે હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ જરૂરી છે. લેંગ્વેજની આવડત પણ જરૂરી છે. ઈંÂગ્લશ અથવા ફ્રેન્ચ ભાષામાં લેવલ ૭ અથવા તેનાથી ઉપરનો સીએલબી હોવો જોઈએ. લેંગ્વેજ સ્કીલ, એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ અને બીજા ફેક્ટરમાં ઓછામાં ઓછા ૬૭ પોઈન્ટ હોવા જરૂરી છે.
તમને ક્યાંથી કેટલા પોઈન્ટ મળશે તેની પણ વાત કરી દઈએ. તો લેંગ્વેજ સ્કીલ માટે ફર્સ્ટ ભાષાની આવડત પ્રમાણે ૨૪ પોઈન્ટ મળી શકે. તમારી સેકન્ડ લેંગ્વેજની સ્કીલ તથા તમારા પતિ કે પત્નીની ભાષાની સ્કીલના આધારે પણ પોઈન્ટ ઉમેરી શકાય છે. તમારા એજ્યુકેશનના લેવલ માટે વધુમાં વધુ ૨૫ પોઈન્ટ મળી શકે. તેમાં ઉંમરને પણ ધ્યાનમાં લેવાય છે
તેથી ૧૮થી ૩૫ વર્ષ વચ્ચેની વય ધરાવતા લોકો વધુમાં વધુ ૧૨ પોઈન્ટ મેળવી શકે છે. ૩૫ વર્ષથી વધારે ઉંમર હોય તેમ પોઈન્ટ ઘટતા જાય છે. ૩૬ વર્ષની ઉંમર હોય તો ૧૧ પોઈન્ટ મળે, ૩૭ વર્ષની ઉંમર હોય તો ૧૦ પોઈન્ટ મળે, ૩૮ વર્ષની ઉંમરના ઉમેદવારને ખાલી ૯ પોઈન્ટ મળે છે. આ રીતે પોઈન્ટ ઘટતા જાય. ૪૦ વર્ષનાને ૭ પોઈન્ટ, ૪૧ વર્ષની વય હોય તો ૬ પોઈન્ટ, ૪૬ વર્ષની ઉંમરે માત્ર એક પોઈન્ટ અને ૪૭થી વધારે ઉંમર હોય તો એક પણ પોઈન્ટ મળે નહીં.
પ્રોફેશનલ અનુભવની વાત કરીએ તો તમારી વર્ક હિસ્ટ્રી અનુસાર મેક્સિમમ ૧૫ પોઈન્ટ મળી શકે. કેનેડામાં રોજગારીની વ્યવસ્થા કરી લીધી હોય તો ચોક્કસ શરતોને આધિન રહીને ૧૦ પોઈન્ટ મળી શકે. તમારો પરિવાર કેનેડામાં સેટલ થઈ શકશે કે નહીં તેનું એસેસમેન્ટ કરાવીને મહત્તમ ૧૦ પોઈન્ટ મળી શકે.
એક્સપ્રેસ એન્ટ્રી માટે તમારે તમારી પાસે કેટલા કેનેડિયન ડોલર બતાવવા પડે તે પણ જાણવું જરૂરી છે.