Western Times News

Gujarati News

કેનેડા જઈને ગુમ થયા 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ

કેનેડા, કેનેડામાં ગત વર્ષે અભ્યાસ અર્થે આવેલા ૨૦૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજોમાં ક્યારેય જોવા મળ્યા નથી. સરકારી આંકડાઓ અનુસાર, ગતવર્ષે માર્ચ-એપ્રિલમાં કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા આશરે ૫૦૦૦૦ વિદ્યાર્થીઓ મિસ્ટર ઈન્ડિયા બન્યા છે. અર્થાત તેઓએ ક્લાસમાં ક્યારેય હાજરી આપી જ નથી.

ગ્લોબ એન્ડ મેઈલ રિપોર્ટ અનુસાર, કોલેજ અને યુનિવર્સિટીમાં સતત ગેરહાજર રહેનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનું પ્રમાણ વધુ છે. આશરે ૧૯૫૮૨ ભારતીય વિદ્યાર્થીઓ ક્યારેય કોલેજમાં જોવા જ મળ્યા નથી.

આ સમયગાળામાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા ૩૨૭૬૬૪૬ ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસના અનુપાલનની જરૂરિયાતોને અનુસરી છે. જ્યારે ૧૯૫૮૨ વિદ્યાર્થીઓએ કોલેજ-યુનિવર્સિટીમાં રિપો‹ટગ કર્યું જ નથી. માર્ચ-એપ્રિલ, ૨૦૨૪માં એકત્રિત કરવામાં આવેલી માહિતી અનુસાર, ૧૨૫૫૩ ભારતીય વિદ્યાર્થીઓએ ઈન્સ્ટીટ્યુટ્‌સમાં રિપો‹ટગ કર્યુ ન હતું.

કેનેડાની કોલેજો-યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ ગેરકાયદે અમેરિકાની બોર્ડર ક્રોસ કરી હોવાની આશંકા સાથે કેનેડાના લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. તેણે કેનેડાની વિવિધ કોલેજો અને ભારતની બે કંપનીઓની તપાસ હાથ ધરી છે. જેના પર વિદ્યાર્થીઓને કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપાવી તેમને ગેરકાયદે અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવાની સુવિધા આપતી હોવાની શંકા છે.

આ કેસમાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ભારત સરકારનો સંપર્ક સાધી જરૂરી મદદ કરવા સહાય માગી છે. ઈમિગ્રેશન એક્સપર્ટ અને ફેડરલના પૂર્વ અર્થશાસ્ત્રી હેન્રી લોટિને આ મામલે જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ વિઝાનો ઉલ્લંઘન કરનારા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં જ વસી રહ્યા છે, અને તેઓ અહીં વધુ કમાણી કરવા અભ્યાસના બદલે કામને પ્રાધાન્ય આપી પીઆર મેળવી રહ્યા છે. કેનેડામાં વસતાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૬.૯ ટકા લોકોએ કોલેજમાં રિપો‹ટગ કર્યું જ નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.