કેનેડા સ્ટુડન્ટ વિઝામાં ૩૫ % કાપ મુકશે: ભારતીયોને અસર
ઓટાવા, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જારી કરાતા સ્ટુડન્ટ વિઝામાં ૩૫ ટકાનો જંગી કાપ મુકવાનો નિર્ણય કર્યાે છે. જસ્ટિન ટ્›ડો સરકારના આ નિર્ણયથી અભ્યાસ માટે કેનેડા જવા ઈચ્છતા ભારત સહિતના દેશોના વિદ્યાર્થીઓને અસર થશે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્›ડોએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અપાતા સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં નિયંત્રણ મુકવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ચાલુ વર્ષે કેનેડા અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અપાતા વિઝામાં ૩૫ ટકાનો કાપ મુકાયો છે.
ઈમિગ્રેશનથી અમારા દેશની અર્થવ્યવસ્થા માટે ખુબ લાભદાયી છે, પરંતુ જ્યારે કેટલાંક અનિષ્ઠ તત્વો તંત્રની નિંદા કરી વિદ્યાર્થીઓનો ગેરલાભ ઉઠાવે ત્યારે અમે ચૂપ ના બેસી શકીએ.
અમારે તેમની સામે પગલાં લેવા જ પડે. મળતાં અહેવાલો અનુસાર, ૨૦૨૩માં જારી કરાયેલાં ૫.૦૯ લાખ સ્ટુડન્ટ વિઝાની તુલનાએ ૨૦૨૫માં કેનેડાની સરકાર માત્ર ૪.૩૭ લાખ વિઝા આપવામાં આવ્યા હતા. સ્ટુડન્ટ વિઝાની સંખ્યા પર નિયંત્રણ મુકવા ઉપરાંત કેનેડા સરકાર ટેમ્પરરી રેસિડેન્ટ્સની સંખ્યામાં પણ ઘટાડો કરવાનું સક્રિયપણે વિચારી રહી છે.
વિદેશ અભ્યાસ જવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સૌથી હોટ ફેવરીટ ગણાય છે. જોકે કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓએ અન્ય દેશો તરફ નજર કરવી પડશે.
ઓટાવા સ્થિત ભારતીય હાઈ કમિશનની વેબસાઈટના આંકડા અનુસાર, કેનેડામાં આશરે ૪.૨૭ લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરે છે. કેનેડામાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે.SS1MS