Western Times News

Gujarati News

કેનેડામાં ટ્રુડો સરકારનું પતન થયા બાદ ધીમે ધીમે સરકારના રહસ્યો બહાર આવી રહ્યા છે.

file

ટ્રુડોસરકારની નીતિઓના કારણે ૯ વર્ષમાં ડ્રગ ઓવરડોઝથી ૫૦ હજારના મોત

ઓટાવા, તાજેતરમાં કેનેડાની પોલિસ દ્વારા મોટો ઘટસ્ફોટ કર્યો છે કે કેનેડામાં છેલ્લાં એક દાયકામાં ડ્રગ્સનું ચલણ મોટાપાયે વધી ગયું છે.

ડ્રગ્સનો વેપાર અતિશય વધ્યો છે. કેનેડાની રોયલ કેનેડિયન પોલિસે જણાવ્યું કે, ટ્રુડોસરકારની બેદરકારીના કારણે સમગ્ર દેશ ડ્રગ્સના ભરડામાં આવ્યો છે અને ડ્રગનું આંતરરાષ્ટ્રીય હબ બન્યો છે. છેલ્લાં ૯ વર્ષમાં કેનેડામાં ડ્રગના ઓવરડોઝના કારણે ૫૦,૦૦૦ લોકોનાં મોત થયા છે.

કેનેડામાં ૪૦૦૦ જેટલા ગુનેગારોના સંગઠનો કામ કરી રહ્યા છે જેઓ મોટાભાગે ડ્રગ્સનો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સપ્લાય કરવાનું કામ કરે છે. આ ડ્રગ્સ માફિયાઓના તાર ચીન સાથે જોડાયેલા છે.

પોલીસ સૂત્રોનો દાવો છે કે, કેનેડામાં સત્તામાં આવ્યા બાદ ટ્રુડોઅને તેના અધિકારીઓ દ્વારા દેશના કાયદો અને વ્યવસ્થાને ખૂબ જ નબળા બનાવી દેવાયા હતા. તેના કારણે કેનેડામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધવા લાગ્યું છે. તેમાંય ૨૦૧૬થી ડ્રગ્સનું ચલણ એટલું બધું વધી ગયું કે, તેના ઓવરડોઝથી ૫૦ હજાર લોકોનો જીવ ગયો. માદક પદાર્થોની તસ્કરી કરનારા અને તેનું સેવન કરનારા લોકોની ધરપકડ કરીને જેલમાં રાખવાની સમય મર્યાદા ટ્રુડોસરકારે કાઢી નાખી.

આ ઉપરાંત ડ્રગ્સ વેચનારને સરળતાથી જામીન મળવા લાગ્યા અને તેના પગલે ડ્રગ્સ માફિયાઓ બેફામ થવા લાગ્યા. કેનેડામાં ડ્રગનું સેવન, વેચાણ અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ મોટો થઈ ગયો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેનેડામાં ડ્રગ્સનું સેવન અને આંતરરાષ્ટ્રીય વેચાણ વધ્યું છે તેની પાછળ એશિયાઈ તાકાતો અને દેશોનો હાથ હોવાના દાવા છે. ખાસ કરીને ચીન દ્વારા આ ડ્રગ્સ નેટવર્કને મદદ કરાઈ રહી હોવાના અહેવાલો છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક લોકો દ્વારા આ નેક્સસે ફંડ કરાતું હોવાના અને અન્ય મદદ કરાતી હોવાના અહેવાલો છે.

માદક પદાર્થોના સપ્લાય અને વેચાણમાં મોટાભાગના એશિયન લોકો સંડોવાયેલા છે. કેનેડામાંથી જ અમેરિકા અને ચીન સુધી ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. અમેરિકામાં ડ્રગ્સની સમસ્યા વધી ગઈ છે તેની પાછળ પણ કેનેડા રૂટ અને મેક્સિકો રૂટથી આવતા માદક પદાર્થો જ જવાબદાર હોવાની વાતો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.