Western Times News

Gujarati News

વિઝાની સમસ્યા ઉકેલવા માટે એક ટાસ્ક ફોર્સ રચાશેઃ કેનેડા સરકાર

canada visa task force

ઓટાવા,  કોવિડ અંકુશમાં આવ્યા પછી કેનેડામાં જુદા જુદા સેક્ટરમાં હજારો લોકોની જરૂર છે અને સરકારે મોટી સંખ્યામાં ઈમિગ્રન્ટ્‌સને પીઆર આપવાની વાત કરી છે, પરંતુ બીજી તરફ વિઝાની પ્રક્રિયામાં હજુ પણ વિલંબ ચાલે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓએ ભારે સહન કરવાનું આવે છે.

ગયા અઠવાડિયે કેનેડા સરકારે જાહેરાત કરી હતી કે વિઝાની સમસ્યા ઉકેલવા માટે એક ટાસ્ક ફોર્સ રચવામાં આવશે જે ઇમિગ્રેશનની કામગીરી ઝડપી બનાવશે. હજારો ભારતીય વિદ્યાર્થીઓએ આ ર્નિણયનું સ્વાગત કર્યું હતું જેઓ સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોલેજાે અને યુનિવર્સિટીઓમાં જાેડાવા માટે વિઝાની રાહ જાેતા હતા. પરંતુ આ પ્રમાણે કામ થયું નથી.

કેનેડા સરકારે વિઝાની અરજીઓનો બેકલોક દૂર કરવા માટે ૧૨૫૦ કર્મચારીઓ હાયર કરવાની વાત પણ કરી છે. ભારતના ઘણા સ્ટુડન્ટ વિઝાની રાહ જુએ છે અને નિયમો અને ઓનલાઈન સ્ટાર્ટમાં અમુક રાહત મળશે તેવી ૈંઇઝ્રઝ્ર પાસેથી અપેક્ષા રાખે છે.

ભારતીય વિદ્યાર્થીઓમાં હાયર એજ્યુકેશન માટે કેનેડાનું આકર્ષણ સતત વધતું જાય છે. આઇઆરસીસીના આંકડા પ્રમાણે ૨૦૨૦માં ભારતમાં ૩૩૬૭૦ સ્ટડી પરમિટ મંજૂર થઈ હતી. ૨૦૨૧માં ૧૩૩૬૫૨ સ્ટડી પરમિટ મંજૂર કરાઈ હતી. જાન્યુઆરી અને મે મહિના વચ્ચે ૫૯,૭૪૮ લોકોએ કેનેડામાં એડમિશન લીધું હતું.

કેનેડામાં જુદી જુદી જગ્યાઓ પર ખાલી પોસ્ટની સંખ્યામાં ૩.૨ ટકાનો વધારો છે. અત્યારે અગાઉની સંખ્યામાં ૩૨,૦૦૦ વધારે જાેબ ઉપલબ્ધ છે. કેનેડા સરકાર ઝડપથી વિઝા ઇશ્યૂ કરે તો ઇમિગ્રન્ટ્‌સ કામ કરવા તૈયાર છે, પરંતુ કામગીરીમાં ઘણો વિલંબ થયો છે. કેનેડામાં ગયા વર્ષે જૂન મહિનામાં વેકેન્સીનો દર એક ટકા હતો જે આ વખતે વધીને ૫.૯ ટકા થયો છે. દેશમાં ભરાયેલી અને ખાલી જગ્યાઓની કુલ સંખ્યા ૧.૭૭ કરોડને પાર કરી ગઈ છે.

લેટેસ્ટ આંકડા પ્રમાણે હેલ્થ કેર અને સોશિયલ આસિસ્ટન્સમાં જાેબની સંખ્યા ૪૦ ટકા વધી છે. આ ઉપરાંત દેશમાં ૧,૪૯,૭૦૦ જગ્યાઓ ભરવાની છે અને જાેબ વેકેન્સી રેટ ૬.૩ ટકા છે. રહેઠાણ અને ફૂડ સેક્ટરમાં ૧.૭૨ લાખ જેટલી જગ્યાએ અને રિટેલ ટ્રેડ સેક્ટરમાં પહેલાની સરખામણીમાં ૧૫,૨૦૦ વધારે જગ્યાઓ ખાલી છે.

આ સેક્ટરમાં અત્યારે ખાલી જગ્યાઓની સંખ્યા ૧.૧૪ લાખ થઈ છે. ગયા મહિને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૮૯,૨૦૦, મેન્યુફેક્ચરિંગમાં ૮૨,૮૦૦, પ્રોફેશનલ, સાયન્ટિફિક અને ટેકનિકલ સર્વિસમાં ૭૨,૨૦૦ તથા ટ્રાન્સપોર્ટેશનમાં ૪૯,૦૦૦ જગ્યાઓ ખાલી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.