Western Times News

Gujarati News

કેનેડા આ વર્ષે ૪.૬૫ લાખ લોકોને PR આપશે

નવી દિલ્હી, કેનેડાએ પોતાની ઈકોનોમીને ટેકો આપવા અને વર્કર્સની અછત દૂર કરવા માટે ઈમિગ્રન્ટ્‌સને આવકારવાનો ર્નિણય લીધો છે, પરંતુ કેનેડાની હાઉસિંગ કટોકટીના કારણે સમસ્યા પેદા થઈ રહી છે. ચાલુ વર્ષમાં કેનેડા ૪.૬૫ લાખ લોકોને પર્મેનન્ટ રેસિડન્સી (પીઆર) આપશે.

૨૦૨૪માં લગભગ ૪.૮૫ લાખ લોકોને અને ૨૦૨૫માં પાંચ લાખ લોકોને પીઆર આપવામાં આવશે. કેનેડામાં જે પ્રકારની હાઉસિંગ કટોકટી છે તેના કારણે આ સંખ્યા પર કાપ મુકાય તો પણ નવાઈ નહીં. કેનેડાના હાઉસિંગ મંત્રી સિન ફ્રેઝરે તાજેતરમાં કહ્યું કે, “દેશમાં મકાનોની એટલી અછત છે કે બધા લોકોને રહેવાની સગવડ આપી શકાય તેમ નથી.

તેના કારણે ઇમિગ્રેશન પોલિસીમાં એક બેલેન્સ સ્થપાય તેવી શક્યતા છે. એટલે કે જે લોકોને પીઆર આપવાની યોજના હતી તેમાં કાપ મુકાઈ શકે છે. કેનેડાએ અત્યાર સુધી ઉદાર થઈને ઈમિગ્રન્ટ્‌સને આવવા દીધા છે, પરંતુ તેની સામે સગવડો ઉભી થઈ શકી નથી. તેના કારણે હાઉસિંગ, હેલ્થકેર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે પર બહુ બોજ આવી ગયો છે.

હવે આ પ્રશ્નોના ઉકેલ માટે પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવવો પડશે. કોવિડ પછી કેનેડામાં લેબરની અછત પેદા થઈ અને તેના કારણે ૨૦૨૨માં ઈમિગ્રેશનના ટાર્ગેટ વધારવામાં આવ્યા હતા. તેનાથી દેશનો ઈકોનોમિક ડેવલપમેન્ટ કરવામાં તો મદદ મળી પણ તેની સામે પૂરતા પ્રમાણમાં મકાનો તૈયાર કરી શકાયા નથી.

કેનેડાની જસ્ટિન ટ્રૂડો સરકારે પર્મેનન્ટ રેસિડન્ટ્‌સ માટેના ટાર્ગેટમાં હંમેશા વધારો કર્યો છે. ગયા વર્ષે કેનેડામાં જે લોકો આવ્યા તેમાં વિદેશી સ્ટુડન્ટ્‌સ, ટેમ્પરરી વર્કર્સ અને રેફ્યુજી મોટી સંખ્યામાં હતા. ગયા મહિને અહીં એક સરવે કરવામાં આવ્યો હતો તેમાં ઓટાવા સ્થિત રિસર્ચરે જણાવ્યું કે ૬૧ ટકા લોકો માને છે કે કેનેડાનો ઈમિગ્રેશન ટાર્ગેટ બહુ ઊંચો છે.

તેમાંથી ૬૩ ટકાએ કહ્યું કે મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્‌સ કેનેડા આવી રહ્યા હોવાથી હાઉસિંગ પર તેની નેગેટિવ અસર પડે છે. હાલમાં આ દેશમાં હાઉસિંગની જે અછત છે તેના કારણે સૌથી વધારે અસર સ્ટુડન્ટને થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.