કેનેડિયન મેયર્સે ભારતના MSMEને ઓન્ટારીયોમાં સ્થાયી થવા અને ધંધો કરવા આમંત્રીત કર્યા
અમદાવાદ, ભારતની જી૨૦ પ્રેસીડેન્સી અંતર્ગત, અમદાવાદ અર્બન૨૦ની યજમાની કરી રહ્યું છે જે અંતર્ગત ગ્લોબલ જી૨૦ શહેરોમાંથી મેયરોને આમંત્રીત કરવામાં આવ્યા છે અને જી૨૦ના વાટાઘાટો વિશે માહિતગાર કરવા શહેરો માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.
દુનિયાના જુદા-જુદા ભાગોમાંથી જી૨૦ શહેરોના કૂલ ૮૯થી વધુ મેયરો અમદાવાદમાં મળી રહ્યાં છે. બે મેયર છે અને ઓન્ટારીયો, કેનેડા ના ડેપ્યુટી મેયર પણ ભાગ લઈ રહ્યાં છે. આમાં મેયર બેરી વર્બાનોવીક જે કીચનેરના મેયર છે, લુકાસ ક્લિવલેન્ડ જે કોબોર્ગના મેયર છે, અને હરક્રિત સીંઘ જે બ્રેમ્પ્ટનના ડેપ્યુટી મેયર છે.
ઓન્ટારીયો એ ૯ લાખ ભારતીય મૂળના લોકોનું ઘર છે(જેમાં ઘણા ગુજરાત અને પંજાબના લોકોનો સમાવેશ થાય છે). કીચનેર અને તેનું પડોશી શહેર, વોટરલુ એ કેટલીક ટોચની સ્કુલ્સ અને યુનીવર્સીટીની યજમાની ઘરાવે છે જ્યાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ભણવાનું પસંદ કરે છે. ટોરેન્ટોથી એક કલાકના રસ્તે, કોબર્ગમાં ખુબ જ સારી ધંધાની તકો છે જે ભારતના નાના ધંધાદારીઓ માટે આકર્ષક બની શકે છે.
મેયર્સએ પોતાના અનુભવની વાત કરતાં જણાવ્યું કે ઓન્ટારીયોમાં ખુબ જ પ્રોત્સાહનભર્યા વાતાવરણને લગતા કાર્યક્રમો છે જે ક્લાઈમેટ ચેન્જ, પાણની અછત અને અર્બન ગર્વનન્સ માટે માળખાકીય સુધારાને સંબોધશે. તેઓએ ભારતમાંથી ધંધાકીય રોકાણ પ્રત્યે પોતાના શહેરોની આતુરતા પર પણ ભાર મુક્યો હતો.
કેનેડાથી મુલાકાત લઈ રહેલા વિક્રમ ખુરાના, ચેરમેન ઓફ ટોરેન્ટો બીઝનેશ ડેવલપમેન્ટ સેન્ટર, જે ઓન્ટારીયોની ખાસ ઈમીગ્રેશન પ્રોજેક્ટ જેને ઓન્ટારીયો ઈમીગ્રેશન નોમીની પ્રોગ્રામ – આંતરપ્રિન્યોર સક્સેસ ઈનીસ્યેટીવ (OINP-ESI) તરીકે ઓળખવામાં આવે છે તેના એક માત્ર સંચાલક છે,
તે ૧૦૦ લાયક આંતરપ્રિન્યોરને ઝડપી પ્રક્રિયા કરી તૈયાર કરે છે અને તેમને ઓન્ટારીયોમાં ધંધો સ્થાપવા કે ખરીદવામાં મદદ કરે છે. ટીબીડીસી કેનેડિયન બીઝનેશ વિઝામાં પણ સહકાર આપે છે જેથી ઓન્ટારીયો, કેનેડામાં પ્રક્રિયા કરતી વખતે કોઈ અડચણના આવે. અરજદારો જેઓ ઓન્ટારીયોની મુલાકાત લે છે તેમને ઓન્ટારીયોના શહેરો કે પછી ટોરેન્ટોની બહાર કે તેની આસપાસના વિસ્તાર માં યોગ્ય રોકાણની સલાહ સાથે ધંધાકીય સહકાર આપવામાં આવે છે.
આ પહેલ હેઠળ, ભારતીય રોકાણકાર જેની પાસે કેનેડિયન ડોલર ૪૦૦૦૦૦ (C$400,000)ની મૂડી છે અને તેઓ કેનેડિયન ડોલર ૨૦૦૦૦૦ (C$200,000) અથવા વધારે તેમના ઓન્ટારીયો સ્થિત બીઝનેશમાં રોકાણ કરવા ઈચ્છે છે.
ટીબીડીસી જણાવે છે કે ભારતના આંતરપ્રિન્યોર્સ આ પહેલની દરેક જરૂરીયાતને સમજે છે અને તેમને કોઈ ખર્ચ વગર એપ્લીકેશન પ્રોસેસ કરવામાં મદદ કરે છે.