TDS પદ્ધતિ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી
TDS પ્રણાલિ ‘મનસ્વી અને તર્કહીન’ હોવાનો અરજીમાં ઉલ્લેખ
જાહેર હિતની અરજીમાં ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ત આવકના સ્ત્રોત પર ટેક્સ કપાત કે ટીડીએસ માળખાને પડકારવામાં આવ્યું છે્
નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજીમાં ટીડીએસ પ્રણાલીને ‘મનસ્વી અને તર્કહીન’ ગણાવીને તેને સમાપ્ત કરવાની માંગ કરાઈ, તથા સમાનતા સહિત વિવિધ મૂળભૂત અધિકારોનો ભંગ ગણાવ્યો છે. આ સાથે ટીડીએસ પ્રણાલીને શૂન્ય અને નિષ્ક્રિય જાહેર કરવાની માંગ પણ કરાઈ છે. જાહેર હિતની અરજીમાં ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ત આવકના સ્ત્રોત પર ટેક્સ કપાત કે ટીડીએસ માળખાને પડકારવામાં આવ્યું છે, જે અંતર્ગત કરદાતા દ્વારા ચૂકવણા સમયે ટેક્સની કપાત અને આવક વિભાગમાં જમા કરવાની ફરજિયાત બનાવવામાં આવી છે.
વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા એડવોકેટ અશ્વિની દુબે દ્વારા દાખલ અરજીમાં કેન્દ્ર, કાયદા અને ન્યાય મંત્રાલય, લો કમિશન તથા નીતિ આયોગને પક્ષ બનાવ્યા છે. આ અરજીમાં નીતિ આયોગને અરજીમાં ઉઠાવેલા મુદ્દાઓ પર વિચાર કરવા અને ટીડીએસ પ્રણાલીમાં જરુરી ફેરફારો પર સૂઝાવ આપવા સૂચના આપવાની માંગ કરાઈ છે. લો કમિશને ટીડીએસ પ્રણાલીની કાયદેસરતાની તપાસ કરવી જોઈએ અને ત્રણ મહિનાની અંદર એક રિપોર્ટ તૈયાર કરવો જોઈએ. ss1