આરટીઈમાં ખોટી રીતે પ્રવેશ લીધેલા ૧૪૦ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન-આરટીઈ અંતર્ગત ધોરણ-૧માં ખોટી રીતે બાળકોનો પ્રવેશ કરાવરનાર વાલીઓ સામે જિલ્લા શિક્ષણાધીકારીએ મોટી કાર્યવાહી કરી છે.
અમદાવાદ શહેરની વિવિધ ખાનગી શાળાઓમાં આરટીઈમાં ખોટી રીતે પ્રવેશ લીધેલા ૧૪૦ વિદ્યાર્થીઓના એડમિશન ડીઈઓએ રદ્દ કરી દીધા છે. ઉદગમ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલ, ઝેબર સ્કૂલ, કેએન પટેલ સ્કૂલ, ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલ, આરપી વસાણી સ્કૂલ , જન્ટ્સ જીનીસિસ સ્કૂલના આરટીઈના આવા એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ ઉદગમ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલના એડમિશન રદ્દ કરાયા છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દરેક બાળકને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ભારત સરકારે આ અધિકારને બંધારણમાં સામેલ કરીને દેશના દરેક બાળકને સારું ભવિષ્ય આપવાનો પ્રયાસ કર્યાે છે.
રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, જે માટે સામાન્ય તેમજ દિવ્યાંગ બાળકને તેની નજીકની શાળામાં ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવે છે. આ બાળક પાછળ થતો ખર્ચ સરકાર આપે છે.SS1MS