2050 સુધીમાં પુરૂષોમાં કેન્સરના કેસોનું પ્રમાણ ૮૪ ટકા સુધી પહોંચી જશે
કેન્સરગ્રસ્ત લોકોમાં ૬પ કે તેથી વધુ વયની વ્યકિતનું બચવું મુશ્કેલઃ મહિલાઓની તુલનામાં પુરૂષોમાં મદિરાપાન-ધૂમ્રપાનનું પ્રમાણ વધી રહ્યું છે
થોડા દિવસો પહેલા કેન્સરના સંદર્ભે એક સમાચારે સૌને ચોંકાવી મૂકયા હતા. એ સમાચાર અનુસાર ર૦પ૦ સુધીમાં દુનિયામાં પુરૂષોમાં કેન્સરના કેસો ૦૪ ટકા સુધી ગંભીર રીતે વધી પડશે. અમેરિકન કેન્સર સોસાયટીના જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ લેખમાં સ્પષ્ટતા થઈ છે કે કેન્સરગ્રસ્ત લોકોમાં ૬પ વર્ષથી વધુ ઉંમરના લોકોનું બચવું કઠિન અને તેની સંભાવના ઓછી હોય છે.
પુરૂષોમાં કેન્સરના કેસો વધવાનુ ંકારણ એ જણાવાયું છે કે એમનામાં મહિલાઓની તુલનામાં શરાબ તથા સિગારેટ પીવાની પ્રવૃતિ વધારે હોય છે. વૈજ્ઞાનિકોની સાથો સાથ ચિકિત્સક પણ એમ કહે છે કે આપણી દુષિત ખાણી પીણી, રહેણી કરણી કેન્સરને આમંત્રિત કરે છે. દુષિત ખોરાક, મદીરા, ગુટખા, તમાકુ અને ધુમ્રપાનને લઈને કેન્સર થાય છે અને વકરે છે.
કેન્સરનો રોગ થાય છે ત્યારે અચાનક થાય છે એવું પણ કહેવાય, અને તે ધીરે ધીરે પણ શરીરના અન્ય ભાગોમાં ઉત્પન્ન થાય છે. આ વિષયમાં જાગૃતિ શિબિર યોજાવી જોઈએ., તબીબોના કેમ્પો યોજવા જોઈએ અને જાગૃતિ સંદર્ભે અભ્યાસુઓ અને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ અપાવું જોઈએ, આમ થવું જ જોઈએ. ખોરાક પાણીમાં જરૂરી પરિવર્તન પણ લાવવું જોઈએ. સભાનતા કેળવવી જોઈએ અને નશીલા પદાર્થોને ત્યાગવા પણ જોઈએ. અણીનો ચૂકયો સો વર્ષ જીવે. તકેદારી રાખીશું જો આપણે અવશ્ય મનને સુરક્ષિત રાખી શકીશું. વ્યક્તિનો જન્મ જે પરિવારમાં થાય છે એ પરિવારનું પ્રાકૃતિક અને પારંપરિક અન્ન હોય છે, જે શિશુને ગર્ભસ્થ અવસ્થાથી જ પ્રાપ્ત થાય છે.
આ અન્ન પર લાંબી યાત્રાઓ- વિભિન્ન જળવાયુ- પ્રદેશોનો પ્રભાવ પણ પડે છે અને માતાની મનોભાવનાનો પણ, સમય- ઉમર સભ્યતાની સાથે પણ અન્ન બદલાય છે, આજે વ્યક્તિ જે પ્રકારે પોતાનો વેપાર ચલાવવા માટે બહારથી સીહાયતા લે છે, એ પ્રકારે અન્નનો વિયોગ પણબહારની સરળતાથી કરવા લાગ્યો છે. અહીં લક્ષ્ય કેવળ શરીર જ હોય છે, અન્નનો મન પર શું પ્રભાવ પડે છે, બુÂધ્ધ અને આત્માની સાથે શું સંબંધ છે, એની કોઈ ચર્ચા નથી થતી.
શરીરને અન્નમય કોશ કહેવામાં આવે છે બન્ને પંચમહાભુતોથી બને છે, એકબીજાની ભાષા પણ સમજે છે, શરીરને શું જોઈએ, શરીર સ્વયં અભિવ્યકત કરે છે. સમજવાનો પ્રયાસ કોણ કરે છે, મન શું ખાવા ઈચ્છે છે ? તે મન જ અભિવ્યકત કરે છે. સાંભળે છે કોણ?
સલાહકારે બુÂધ્ધને સમજવાની હોય છે. અને બુÂધ્ધમાન હોય છે, જીવનમાં વાસ્તવિક જ્ઞાનથી દૂર રહે છે, તે શરીરને ગણિતની ફોર્મ્યુલા પર ચાલવાનું યંત્ર માને છે. ના રોગના મૂળ તેની પકડમાં આવે છે ના એના માટે હવાના (અન્ન રૂપમાં) મન પર પડનાર પ્રભાવ આ શોધનો વિષય છે.