Western Times News

Gujarati News

નિષ્ણાંત ડોક્ટરોની ટીમે રોબોટિક આસિસ્ટેડ સર્જરીની મદદથી જટિલ કેન્સરથી પિડાતી વૃદ્ધાનો જીવ બચાવ્યો

પ્રતિકાત્મક

દર્દીના ઊંચા બીએમઆઈ, ઉંમર અને અન્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બીજી અનેક હોસ્પિટલ્સે સર્જરી કરવાનો ઇનકાર કર્યો હતો

અમદાવાદ, 31 મે, 2024 – અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર્સે અનોખી રોબોટિક- આસિસ્ટેડ સર્જરી હાથ ધરીને એન્ડોમેટ્રિયલ કેન્સરના લીધે યોનીમાર્ગેથી વધુ પડતા રક્તસ્ત્રાવથી પીડાતી 74 વર્ષીય વૃદ્ધાની સફળતાપૂર્વક સારવાર કરી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલના સર્જીકલ ઓન્કોલોજીના ડિરેક્ટર ડો. નીતિન સિંઘલના નેતૃત્વ હેઠળ એડવાન્સ્ડ રોબોટિક-આસિસ્ટેડ સર્જરી ટેક્નોલોજી દા વિન્ચીની મદદથી આ સર્જરી હાથ ધરાઈ હતી. Cancer survivor’s story: Doctors at Sterling Hospital save the life of a senior woman from complex cancer, with robotic-assisted surgery.

દર્દીને ત્રણ વર્ષ પહેલા સ્ટેજ 1 એન્ડોમેટ્રિયલ કેન્સરનું નિદાન થયું હતું અને તેઓ છેક ત્યારથી યોનીમાર્ગેથી રક્તસ્ત્રાવથી પીડાતા હતા. દર્દીની મેદસ્વીતા, 135 કિલોનું વજન અને 54થી વધુના બીએમઆઈને ધ્યાનમા લેતા અનેક ડોક્ટર્સે કોઈ સર્જીકલ પ્રોસીજર કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે સમસ્યાઓ ઊભી થાય તેમ હતી. અનેક સર્જનને બતાવ્યા છતાં દર્દીને વજન ઉતારવાની જ વારંવાર સલાહ આપવામાં આવતી હતી. તેમણે અનેક હોસ્પિટલોમાં સારવાર કરાવી અને રેડિયેશન થેરાપી પણ કરાવી છતાં તેમને કોઈ જ રાહત મળી નહોતી.

રિકવરી મેળવવા તરફની તેમની સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલની મુલાકાત લીધી અને ડો. નીતિન સિંઘલને મળ્યા. ઝીણવટપૂર્વકની ચકાસણી બાદ જણાયું કે તેમનું એન્ડોમેટ્રિયલ કેન્સર સર્વિક્સ સુધી ફેલાઇ ચૂક્યું હતું અને સ્ટેજ 3 સુધી વધી ગયું હતું.

આ કેસની જટિલતા અંગે ડો. નીતિન સિંઘલે જણાવ્યું હતું કે “તેમની સારવાર કરવામાં અનેક પડકારો રહેલા હતા. શરૂઆતમાં તો તેમના ઊંચા બીએમઆઈ અને 92 ટકાના રૂમ એર સેચ્યુરેશન રેટથી કોઈપણ સર્જીકલ પ્રોસીજર જોખમી બની ગઈ હતી. તેમની ચામડીની નીચેની ચરબીની વધુ પડતી જાડાઈ, જે લગભગ 10-12 સેમી હતી, તેનાથી ઓપન સર્જરી અશક્ય હતી.

લેપ્રોસ્કોપી પણ યોગ્ય વિકલ્પ નહતો કારણ કે અસરગ્રસ્ત જગ્યામાં અસરકારક રીતે કામ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટની પહોંચ પણ પૂરતી નહોતી. આ ઉપરાંત દર્દીએ એમ્બિલિકલ હર્નિયાનું પહેલા ઓપરેશન કરાવેલું હતું જેનાથી પરંપરાગત પદ્ધતિથી એધેસિયોલિસિસ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. આથી, દા વિન્ચીનો ઉપયોગ કરીને રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરવી એકમાત્ર વ્યવહારુ વિકલ્પ હતો

જેનાથી આ જટિલતાઓમાંથી સુરક્ષિત રીતે આગળ વધવા માટે જરૂરી કંટ્રોલ અને ચોક્સાઇ પૂરી પાડતી હતી. રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરતા પહેલા દર્દીની સ્થિતિ ઓપ્ટિમાઇઝ કરવા માટે ત્રણથી ચાર દિવસ પહેલા તેમના પર ચેસ્ટ ફિઝિયોથેરાપી હાથ ધરાઈ હતી.”

ડો. સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે “મેદસ્વી દર્દી પર ઓપરેશન કરવામાં ઘણા પડકારો ઊભા થતા હોય છે જેમ કે રક્તવાહિની લપસવાનું જોખમ જેનાથી લોહીની ઊણપ થઈ શકે છે. દા વિન્ચી રોબોટિક ટેક્નોલોજી દ્વારા ઓફર કરાતી 3ડી વિઝ્યુલાઇઝેશન અને ડેક્સ્ટેરિટીથી સર્જિકલ પ્રક્રિયા દરમિયાન લોહીનું નુકસાન ઓછું થાય છે. બીજી કોઈ પ્રોસીજરમાં વધુ ચીરા મૂકવાની જરૂર પડી શકે જેનાથી ઘાનો ચેપ, હર્નિયા વિકસવા તથા પેરાલિટિક ઇલિયસ જેવી સમસ્યાઓનું જોખમ વધે છે.”

રોબોટિક સિસ્ટમમાં નાના, ફ્લેક્સિબલ સાધનોનો સમાવેશ થાય છે જે માનવીય હાથ કરતાં વધુ સચોટતા સાથે કામ કરી શકે છે, જેની સાથે વધુ વિઝ્યુલાઇઝેશન માટે હાઇ-ડેફિનેશન 3ડી વિઝન સિસ્ટમ છે. ઉચ્ચ ચોકસાઇ, ઓછા લોહીના નુકશાન અને ડાઘ સાથે, રોબોટિક-આસિસ્ટેડ સર્જરી દર્દીઓ તેમજ ડોકટરોને અસંખ્ય લાભો પૂરા પાડે છે.

પોતાના તરફથી આભાર વ્યક્ત કરતા, 74 વર્ષીય દર્દીએ જણાવ્યું હતું કે “મને ત્રણ વર્ષની આ લાંબી વેદના અને પીડામાંથી બહાર આવવામાં મદદ કરનાર ડો. નીતિનનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. ડોકટરોની ટીમે મને મારી સ્થિતિની ગંભીરતા અંગે માર્ગદર્શન આપ્યું અને વધુ સારા પરિણામો માટે તથા ભવિષ્યમાં ગુણવત્તાસભર જીવન જીવવા માટે રોબોટિક-આસિસ્ટેડ સર્જરી કરાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ અદ્યતન ટેક્નોલોજીની મદદ અને આ ડોકટરોની કુશળતા વિના હું આ રોગમાંથી સાજી થઈ શકી ન હોત.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.