Western Times News

Gujarati News

વિદેશમાં જે કેન્સરનો ઈલાજ 4 કરોડમાં થાય છે તે હવે ભારતમાં 10મા ભાગના ખર્ચે થશે

પ્રતિકાત્મક

રાષ્ટ્રપતિ મુર્મૂએ કેન્સરની સારવારની સ્વદેશી સીએઆરટી-સેલ થેરેપી લોન્ચ કરી

(એજન્સી)મુંબઈ, રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મૂએ કેન્સરની સારવાર માટે દેશની પહે સ્વદેશી સીએઆર ટી સેલ થેરાપી લોન્ચ કરી છે. આઈઆઈટી મુંબઈ ખાતે યોજાયેલા ક્રાઈમમાં રાષ્ટ્રપતીએ થેરાપીને ‘મેક ઈન ઈન્ડીયા માટે મોટી સિદ્ધી ગણાવી હીત. Cancer which is treated abroad for 4 crores will now cost 10th of the cost in India

આઈઆઈટી મુંબઈ અને ટાટા મેમોરીયલ સેન્ટર દ્વારા વિકસીત આ જીન આધારીત સારવારથી વિવિધ ્પ્રકારના કેન્સરને જડમુળથી ખતમ કરવામાં મદદ મળશે.

રાષ્ટ્રપતીએ તેને કેન્સર સામેની લડતમાં ‘માનવ સમાજ માટે નવી આશા’ ગણાવી હતી. નેક્ષટ સીએઆર ૧૯ સીએઆર ટી-સેલ થેરાપી દેશની પહેલી મેડ ઈન ઈન્ડીયા’ સીએઆરટી- સેલ થેરાપી છે જે કેન્સરની સારવારના ખર્ચમાં મોટો ઘટાડો કરશે.

MUMBAI, President Droupadi Murmu in a group photograph during the launch of the India’s first home-grown gene therapy for cancer at IIT Bombay, in Maharashtra on Thursday. UNI 

રાષ્ટ્રપતી મુર્મ્‌એ આ પ્રસંગે જણાવ્યું હતું કે “સીએઆર ટી- સેલ થેરાપી તબીબી વિજ્ઞાનીની આધુનીક અને અદભુત શોધ છે. તે “મેક ઈન ઈન્ડીયા” ઝુંબેશની મોટી સફળતા છે. જે ભારતીય વૈજ્ઞાનીકોની કુશળતા દર્શાવે છે. દેશની પહેલી જીન થેરાપીનું લોન્ચીગ કેન્સર સામેની લડતમાં મોટી સફળતા છે. આ સારવાર વ્યાજબી ભાવ સરળતાથી ઉપલબ્ધ બનશે.”

ટાટા મેમોરીયયલ સેન્ટરના ડીરેકટર સુદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સીએઆર-ટી સેલ થેરાપી બહુ મોઘી સારવાર છે. જે મોટા ભાગના લોકોની પહોચની બહાર છે. જોકે, નેક્ષટ સીએઆર૧૯ થેરાપી વિદેશની તુલનામાં દેશમાં દસમા ભાગના ખર્ચે લોન્ચ કરવામાં આવી છે.” આઅઈઆઈટી બોમ્બેના ડીરેકટર પ્રોફેસર સુભાશીષ ચૌધરીએ જણાવ્યું હતું કે વિદેશમાં આ સારવારનો ખર્ચ લગભગ રૂ.૪ કરોડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.