Western Times News

Gujarati News

કચ્છનાં AAPના ઉમેદવાર અચાનક ગુમ થયા, થોડીવારમાં ભાજપ સાથે દેખાયા

કચ્છ, જેમ જેમ ગુજરાતમાં ચૂંટણી નજીક આવે છ તેમ તેમ પક્ષોનાં નાના મોટા ખેલ પ્રજા સામે આવતા જાય છે. આવું જ કાંઇ કચ્છમાં થયું છે. ચૂંટણી પહેલા આપને વધુ એક ઝટકો લાગ્યો છે.

કચ્છના અબાડાસામાં આપના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને સમર્થન આપ્યું છે. પહેલા વસંત ખેતાણી નાટ્યાત્મક રીતે ગાયબ થઇ ગયા હતા. જે બાદ તેમણે ભાજપનાં ઉમેદવારને સમર્થન આપતો વીડિયો જાહેર કર્યો હતો.

કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠકના આપનાં ઉમેદવાર વસંત ખેલાણીએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેમણે એક વીડિયો પણ બનાવીને કહ્યું છે કે, તેઓ આપ પક્ષ છોડી રહ્યા છે અને દેશ હિતમાં ભાજપમાં જાેડાઈ રહ્યા છે. આ બાદ તેમનો ભાજપના હોદ્દેદારો સાથે ખેસ પહેરતો ફોટો પણ સામે આવ્યો હતો.

તેમણે જણાવ્ચુ કે, બીજેપી અમારા ઉમેદવારોને શારીરિક, માનસિક અને ભાવનાત્મક દબાણ પણ કરે છે. બીજી તરફ કચ્છ જિલ્લા પોલીસ વડાએ અપહરણની વાતને નકારી હતી અને તેઓ જાતે જ ગયા હોવાનું જણાવ્યુ હતું. નોંધનીય છે કે, સુરતમાં પણ પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા ફોર્મ ભર્યા બાદથી આ રીતે ગુમ થઈ ગયા હતા.

જે બાદ બીજા દિવસે તેઓ અચાનક નોડલ ઓફિસર સમક્ષ આવીને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આ વખતે પણ ભાજપ દ્વારા તેમને ફોર્મ પરત લેવા દબાણ કરાયું હોવાના આપ દ્વારા આક્ષેપ લાગ્યા હતા.

જાેકે, બાદમાં તેમણે પોતે પણ વીડિયો બનાવી અંગત કારણોસર પાર્ટી છોડી હોવાનું કહ્યું હતું. નોંધનીય છે કે, વર્ષ ૧૯૬૨થી વર્ષ ૨૦૨૦ સુધીમાં અબડાસા વિધાનસભા સીટ પર ૧૪ વખત ચૂંટણી યોજાઈ છે.

જેમાં સૌથી વધુ ૧૦ વખત કોંગ્રેસે જીતની બાજી મારી છે, જ્યારે ભાજપ માત્ર ૪ વખત આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. હાલ આ બેઠક પર પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.