Western Times News

Gujarati News

હિંમતનગરમાં ભાજપના મંડલ પ્રમુખ બનવા કિન્નરની ઉમેદવારી

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા નવુ સંગઠન બનાવવા માટેની ગતિવિધિઓ શરૂ કરી છે. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિધાનસભા વિસ્તારોમાં મંડલ પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓની પસંદગી કરવા માટે નિરીક્ષકોએ મુલાકાત લીધી છે.

ત્યારે હિંમતનગર શહેરમાં મંડલ પ્રમુખ બનવા માટે સ્નાતકનો અભ્યાસ કરતા એક શિક્ષિત કિન્નરે પણ ઉમેદવારી નોંધાવી છે. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, થોડાક દિવસ અગાઉ હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓની નિમણુક કરવા માટે ઉમેદવારી કરવા માંગતા કાર્યકરો પાસે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા.

જેમાં હિંમતનગર શહેરના ભાજપ સંગઠનમાં પ્રમુખ તરીકે જોડાવા માટે સોનલ દે નામના કિન્નરે જિલ્લા કાર્યાલયમાં જઇને પોતાની દાવેદારી નોંધાવી છે. તે પાછળ સોનલ દે નું માનવું છે કે, તેઓ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સારા નરસા પ્રસંગોમાં જતા હોવાને કારણે વધુ લોકસંપર્ક ધરાવતા હોય છે. એટલું જ નહીં પણચૂંટણીપંચે પણ થર્ડ જેન્ડર તરીકે કિન્નરોને સ્થાન આપ્યું છે.

ત્યારે હિંમતનગરના કિન્નરે શહેર પ્રમુખ માટે કરેલી દાવેદારી લોકોમાં ચર્ચાની એરણે ચઢી છે. એટલું જ નહી પણ સોનલ દે અત્યારે લોકસંપર્ક વધુ ધરાવતા હોવાને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને સમસ્યાઓથી જાણકાર છે.

સોનલ દે અત્યારે સ્નાતક બનવા માટે અભ્યાસ કરી રહ્યા છે. તેમના માનવા મુજબ તેઓ રાજકારણમાં રહીને પોતાનાથી બનતી સેવા કરી નાગરિકોની લોકચાહના મેળવવાની અપેક્ષા રાખે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.