જીવરાજપાર્ક ચાર રસ્તા થી વેજલપુર સુધી મૌન રેલી કેન્ડલ માર્ચ યોજાઈ

અમદાવાદ, કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકની હત્યાના વિરોધમાં અમદાવાદમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચ જીવરાજપાર્ક ચાર રસ્તાથી વેજલપુર સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો.
આ વિરોધ પ્રદર્શનમાં મ્યુનિસિપલ કાઉન્સિલર દિલીપ બગડીયા અને ધારાસભ્ય અમિત ઠાકર સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા.
કાશ્મીરમાં થયેલ હિંસાના વિરોધમાં યોજાયેલ આ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ દ્વારા લોકોએ આતંકવાદ સામે એકજૂટતા દર્શાવી હતી અને નિર્દોષ નાગરિકોની હત્યાને વખોડી હતી.