કારના બોનેટમાં ગાંજાે સંતાડી કરાતી તસ્કરીનો પર્દાફાશ
(એજન્સી)અમદાવાદ, કારની આગળના બોનેટની અંદર ગાંજાે છૂપાવીને લવાતા શખ્સનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે કર્યો છે. બોનેટની અંદર આવેલા મશીનમાં રામોલનો આધેડ શખ્સ ગાંજાે છૂપાવીને દાહોદથી લાવી રહ્યો હતો. Cannabis smuggling busted in car bonnets
બાતમીના આધારે એસોજીની ટીમે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વેથી ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે રામોલ વિસ્તારમાં રહેતો શંકરલાલ કહાર દાહોદના દેવગઢ બારિયાથી માદક પદાર્થનો જથ્થો લઈને નીકળ્યો છે અને વડોદરા એક્સપ્રેસ-વેથી અમદાવદ આવી રહ્યો છે.
બાતમીના આધારે એસઓજીની ટીમ અમદાવાદ ટોલ ટેક્સ નજીક વોચમાં હતી ત્યારે એક સેન્ટ્રો કાર વડોદરાથી આવી હતી. એસઓજીએ સેન્ટ્રો કાર ઊભી રાખી હતી અને ડ્રાઈવરને બહાર આવવાનું કહ્યું હતું. ડ્રાઈવર કાર લઈને ભાગે તે પહેલા પોલીસ કર્મચારીએ ચાવી કાઢી લીધી હતી. ડ્રાઈવર બહાર આવતાની સાથે જ તનું નામ ઠામ પૂછ્યું હતું. ડ્રાઈવરનું નામ શંકરલાલ કહાર છ અને તે રામોલ રેસિડેન્સીમાં રહે છે.
પોલીસે શંકરલાલની અંગ જડતી કરી હતી. જાે કે તેમાંથી શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નહીં. ત્યારબાદ એસઓજીની ટીમે કારની જડતી લીધી હતી. જાે કે તેમાંથી પણ કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવી નહીં. બાતમીદારની બાતમી પાક્કી હોવાના કારણે પોલીસ કર્મચારીઓએ મશીનનું બોનેટ ખોલ્યું હતું. જેમાંથી ગાંજાે મળા આવ્યો હતો.
શંકરલાલે બેટરીની બાજુમાં સેલોટેપ લગાવીને ગાંજાે છૂપાવેલો હતો. એસોજીએ તરત જ એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી. એફએસએલના અધિકારી તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગાંજાનું પરીક્ષણ કર્યું હતું. એફએસએલે ગાંજાનો રિપોર્ટ આપતાં અંતે શંકરલાલની ધરપકડ કરી હતી.
શંકરલાલ દાહોદના અરવિંદ બારિયા પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. એસઓજીએ શંકરલાલ પાસેથી ૩.૨૦૦ ગ્રામ ગાંજાે જપ્ત કરીને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધી છે.