Western Times News

Gujarati News

ઉર્વશી રેડ કાર્પેટ પર લૂકના કારણે ટ્રોલ થઈ

ઉર્વશી રૌતેલાએ કાન રેડ કાર્પેટ પર બીજાં દિવસે બ્રાઇટ ઓરેન્જ રફલ્ડ ગાઉન પહર્યુ હતું જેમાં સિક્વિન અને પર્લ વર્ક કરવામાં આવ્યું છે

મુંબઈ,  ઉર્વશી સતત બીજા દિવસે કાન ફેસ્ટિવલ પર જાેવા મળી હતી, જેનું કારણ જાપાનિઝ ફિલ્મ કૈબુત્સુનું સ્ક્રિનિંગ હતું. બુધવારે કાન ફેસ્ટિવલની ૭૬મી એડિશનમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જે માટે ઉર્વશીએ ઓરેન્જ રફલ્ડ ગાઉન પહેર્યુ હતું અને હાઇ બનથી તેના વાળને સ્ટાઇલ કર્યા હતા.

એક બાબત જે તેના લૂકમાં મિસિંગ હતી તે હતો તેનો એલિગેટર નેકપીસ. ઉર્વશી રૌતેલાએ કાન રેડ કાર્પેટ પર બીજાં દિવસે બ્રાઇટ ઓરેન્જ રફલ્ડ ગાઉન પહર્યુ હતું જેમાં સિક્વિન અને પર્લ વર્ક કરવામાં આવ્યું છે. આ ઓરેન્જ ફ્રિલ્ડ ગાઉનમાં સિક્વિન બોડીસ અને પર્લ સ્ટીચ કરવામાં આવ્યા છે.

કાન ફેસ્ટિવલમાં ઉર્વશી સતત બીજાં વર્ષે પણ અપિયર્ડ થઇ રહી છે. આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તે પરવીન બાબીની બાયોપિક લૉન્ચ માટે પહોંચી છે, જેમાં ઉર્વશી લીડ રોલમાં છે. ઓરેન્ડ ગાઉનમાં તેના લૂકને ઉર્વશીએ સ્ટાઇલિશ પર્લ જ્વેલરી અને હાઇ બનથી કમ્પલિટ કર્યો છે.

આ સાથે તેણે હાથમાં એક નાની રેડ બેગ પણ રાખી છે. ઉર્વશીનો લૂક સોશિયલ મીડિયા યૂઝર્સને સતત બીજાં દિવસે પણ પસંદ નથી આવી રહ્યો.

બીજાં દિવસે જેવા તેણે રેડ કાર્પેટ પર પોઝ આપવાનું શરૂ કર્યુ તો તેની તસવીરો જાેઇને કેટલાંક યૂઝર્સે તેને ઐશ્વર્યા રાયની કોપી કેટ કહી દીધી.

તો અન્ય યૂઝરે તેને નાહ્વા માટે ઉપયોગમાં લેવાતા લૂફા સાથે સરખાવી છે. ઉર્વશીના ફર્સ્ટ ડે લૂકમાં તેણે પહેરેલા એલિગેટર નેકપીસના કારણે પણ તે ટ્રોલ થઇ હતી. આ નેકલેસના કારણે અનેક મીમ્સ પણ ફરતા થયા છે, જેના જવાબમાં ઉર્વશીએ તેના સોશિયલ એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે,

આ હાઇ-જ્વેલ ક્રોકોડાઇલ માસ્ટરપીસ નેકલેસ સાથે તેની સંવેદનાઓ જાેડાયેલી છે. ઉલ્લેખનીય છે કે, કાન ઓપનિંગ સેરેમનીમાં ઉર્વશીએ જે નેકલેસ પહેર્યો હતો તે એક વિન્ટેજ પીસ ગણાય છે જે મેક્સિકન અભિનેત્રી મારિયા ફેલિક્સનો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, ઉર્વશીના ક્રોકોડાઇલ નેકપીસની કિંમત અંદાજિત ૨૦૦ કરોડ રૂપિયા છે. આ નેકલેસને ૧૯૧૫માં મારિયા ફેલિક્સે જ્વેલરી સ્ટોર કાર્ટિયર પાસે તૈયાર કરાવ્યો હતો જેમાં હીરા અને પન્ના જડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.