દુનિયાની સૌથી લાંબી ઉડાન ભરનાર કેપ્ટન ઝોયા અગ્રવાલ
આકાશમાં ઉડાન ભરવામાં હવે માત્ર પુરુષોનો જ ઈજારો રહ્યો નથી, મહિલાઓ પણ આકાશને આંબવામાં હરણફાળ ભરી રહી છે. ઓલ વુમન કોકપિટ ક્રુ વિશે આપણે વાત કરીએ તો એના દ્વારા દુનિયામાં સૌથી લાંબી ઉડાન ભરવાનો રેકોર્ડ છે. ઓલ વુમન કોકપિટ ક્રૂ દ્વારા અમેરિકાના સાન ફ્રાંસિસ્કોથી લઈને ભારતમાં બેગ્લુરુ માટે ઉડાન ભરવામાં આવી. આ ઉડાનની ઐતિહાસિક વાત એ છે કે એરક્રાફટને ઈન્ડિયન કેપ્ટન ઝોયા અગ્રવાલે કમાન્ડ કર્યું હતું. ઝોયાએ આ ઉડાનની સાથે નારીશક્તિનો પરિચય આપ્યો ને દેશને જતાવ્યું કે યુવતીઓ જે પણ ઈચ્છે એ કરી શકે છે.
ઝોયા અગ્રવાલ એર ઈન્ડિયામાં કમર્શિયલ પાલઈટ અને કમાન્ડર છે. એ જયારે પાઈલટ બની એના બાર મહિનાની અંદર બોઈંગ ૭૭૭ ઉડાડનાર સૌથી નાની ઉંમરની યુવા પાઈલટ હતી. ભારત માટે સૌથી લાંબી નોનસ્ટોપ કોમર્શિયલ ફલાઈટ ઉડાડવાનો રેકોર્ડ ઝોયાના નામે છે. દુનિયાનો સૈથી લાંબો રૂટ નોર્થ પોલની ઉપર૧૬ હજાર કિલોમીટર નોનપસ્ટોપ વિમાન ઉડાડનાર મહિલા પાઈલટમાં ઝોયા અગ્રવાલનો સમાવેશ થાય છે. એટલું જ નહીં એક મુસાફરનો જીવ બચાવવામાં ઝોયાની ભુમિકા અગત્યની રહી છે. કોવિડમાં વિદેશોમાં ફસાયેલા ભારતીય લોકોને મદદ કરવા ભારત સરકારના વંદે ભારત મિશનનું નેતૃત્વ કેપ્ટન ઝોયા દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં ૧૪૦૦૦ કરતા પણ વધારે ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા.
પોતાના ક્ષેત્રમાં કાઠું કાઢનાર કેપ્ટન ઝોયાનો જન્મ દિલ્હીમાં ૩૧ ડિસેમ્બર, ૧૯૮૦માં મધ્યમ પરિવારમાં થયો હતો. પહેલેથી ભણવામાં કુશળ ઝોયા જયારે આઠ વર્ષની હતી ત્યારે આકાશમાં ઉડતા વિમાનને જાેઈને પ્લેન ચલાવવાનું સપનું જાેયું હતું, પરંતુ માતાપિતા સમક્ષ વાત કરતાં ડરતી હતી. નાનપણથી જ પાઈલટ બનવાનો ક્રેઝધરાવનાર જાેયા કહે છે, મારો જન્મ આજથી ચાલીસ વર્ષ પહેલા થયો હતો એ સમયમાં છોકરીઓ લગ્ન કરીને બાળકો પેદા કરે અને પતિ તથા ઘરને સંભાળે એવી અપેક્ષા જ રાખવામાં આવતી હતી પણ મારે તો આકાશમાં ઉડવું હતું.
મેં જયારે પહેલી વખત મારા રૂઢિચુસ્ત માતાપિતા સમક્ષ પાઈલટ બનવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે એમને આવી દીકરી કેમ થઈ ? એવું કહી મમ્મી ડરવા લાગી હતી. હું મારા માતાપિતાનું એકમાત્ર સંતાન હતી, તેથી તેઓ હું આવું કોઈ કામ કરું એવું નહોતા ઈચ્છતા તેમ છતાં મેં સપના જાેવાનું છોડયું નહોતું. ભણવામાં બહુ મહેનત કરતી. આકાશમાં ઉડી શકું એટલે બારમાં ધોરણમાં સાયન્સ લીધું હતું. મારી મક્કમતા જાેઈને માતાપિતાએ નમતું જાેખ્યું અને મને પાઈલટ બનવાની પરવાનગી આપી. હું નાની હતી ત્યારથી વાર-તહેવારે મને સગાસંબંધી તરફથી જે પૈસા મળે તેને પિગિ બેંકમાં જમા કરતી હતી, મારી બચત મને ખૂબ ઉપયોગી થઈ હતી.
ઝોયા કહે છે મેં એર ઈન્ડિયા જાેઈન્ટ કર્યું હતું એ વખતે અહીં આંગળીને વેઢે ગણી શકાય એટલી જ પાઈલટ હતી, પરંતુ હવે આ ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે. ઝોયાએ કેપ્ટન રોહિત અગ્રવાલ સાથે લગ્ન કર્યા છે તેને એક દીકરી અને એક દીકરો એમ બે સંતાનો છે. તે યુએન એજન્સી ફોર વુમનની પ્રવકતા પણ છે કેપ્ટન ઝોયા કહે છે કે, જીવનમાં કંઈક સાકાર કરવાનું સપનું જાેવું જાેઈએ અને પછી તેને પૂર્ણ કરવા દિવસરાત એક કરવામાં આવે તો સફળતા અચૂક મળે છે. ફલાઈંગનો ક્રેઝ ધરાવતી ઝોયાએ પીઠ ઉપર બોર્ન ટુ ફલાયનું ટેટું ચિતરાવ્યું છે.