Western Times News

Gujarati News

કાર ફંગોળાઈને ખાડામાં પડતા ત્રણ યુવાનોના મોત

પ્રતિકાત્મક

(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં કારે પલટી મારતા તેમાં સવાર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. અકસ્માત બાદ કાર ફંગોળાઈ હતી અને ખાડામાં જઈને પડી હતી. આ દરમિયાન અંદર સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ કારના ફુરચો બોલી ગયો હતો.

નસવાડીના ત્રણ યુવાનોના મોત થઈ જતા તેમના પરિવારમાં ભારે શોકનો માહોલ છે. અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી શકે છે. કાર ફંગોળાવાની ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

છોટાઉદેપુરના નસવાડીના સોઢલિયા ગામમાં કાર પલટી જવાની ઘટના બની હતી. કાર ફંગોળાયા બાદ ૩૦૦ ફૂટ દૂર ખાડામાં જઈને પડી હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ પાટીદાર યુવકોના મોત થઈ ગયા છે જેમાં પાર્થ સંદીપભાઈ પટેલ, મિન્ક સંજયભાઈ પટેલ અને નયન સુનજી ડુંગરિયાનો સમાવેશ થાય છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો નસવાડીના જ છે. જ્યારે યુવાનો કારમાં સવાર યુવાનો ક્વાંટથી નસવાડી જઈ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત ઘાયલ થયેલા ત્રણ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘાયલોને ગંભીર ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે. જ્યારે આ બનાવ અંગે પરિવારોને માહિતી મળી તો ભારે શોક છવાઈ ગયો છે. પોતાના બાળકોને ગુમાવનારા સ્વજનો ભારે આક્રંદ કરી રહ્યા છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો

અને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં અહીં પહોંચી ગયા હતા. પોલીસ બનાવ અંગે પંચનામું કરીને વધુ તપાસ કરશે. આ અકસ્માત થવા પાછળનું શું કારણ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. જાે ઘાયલોની સ્થિતિ સારી હશે તો પોલીસ તેમની પણ બનાવ અંગે પૂછપરછ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.