બ્રિટનમાં કાર ડ્રાઈવરે ફૂટબોલ ચાહકોને કચડી નાંખ્યા, ૫૦થી વધુ ઘાયલ

લંડન, બ્રિટનના લિવરપુર શહેરમાં એક વ્યક્તિએ કારથી કેટલાક ફૂટબોલ ચાહકોને કચડી નાખ્યા છે. આ દુર્ઘટનામાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પૈકી ૨૭ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે ઘાયલ થયેલા ૨૦ લોકોની ઘટનાસ્થળે જ સારવાર કરવામાં આવી હતી. આ ફૂટબોલ ચાહકો લિવરપુલ ફૂટબોલ ક્લબની પ્રીમિયર લીગમાં જીત પછી વિક્ટ્રી પરેડમાં નીકળ્યા હતા. સ્થાનિક પોલીસના કહેવા મુજબ, સોમવારે સાંજે સ્થાનિક સમય મુજબ લગભગ ૬ કલાકે વોટર સ્ટ્રીટ પર એક કારે કેટલાક પદયાત્રીઓને ટક્કર મારી હતી.
આ ઘટના માટે જવાબદાર ૫૩ વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસે ઘટનામાં આતંકવાદી હુમલાની શક્યતાને નકારી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ પરેડમાં લગભગ ૧૦ લાખ લોકો સામેલ થયા હતા. સ્થાનિક પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આરોપી લિવરપુલ વિસ્તારમાં રહેતો એક ગોરો વ્યક્તિ હતો.
અમે લોકોને અપીલ કરી છે કે આજે રાત્રે બનેલી ઘટના અંગે અફવા ફેલાવવામાં આવે નહીં. પોલીસે લોકોને પરેશાન કરનારા વીડિયો કે તસવીરો ઓનલાઈન શેયર નહીં કરવા વિનંતી કરી છે. લિવરપુલ રિવરસાઇડના સાંસદ કિમ જોનસને કહ્યું કે, મને આશા છે કે દુર્ઘટનાનો શિકાર બનેલા તમામ લોકો સુરક્ષિત છે.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ ઘટનાને ચોંકાવનારી ગણાવીને અને કહ્યું કે, લિવરપુરની તસવીરો ભયાનક છે. મારી સંવેદના તમામ ઘાયલ લોકો સાથે છે. હું લોકોને અપીલ કરું છું કે પોલીસને તપાસ માટે જરુરી સમય આપો.SS1MS