અંબાજી સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર દારૂ ભરેલી ગાડી પકડાઈ
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) અંબાજી પોલીસ એક્શન મોડમાં ,ચોર ખાનામાં છુપાવેલો વિદેશી દારૂ પકડ્યો શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના ૫૧ શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજીના બંને તરફ રાજસ્થાન સરહદની બોર્ડર લાગે છે અને ગુજરાતમાં દારૂબંધી છે
એટલે ગુજરાતમાં દારૂ પ્રવેશે નહીં તે માટે અંબાજી પોલીસ ના તાબા હેઠળ આવતી આ ચેકપોસ્ટ ઉપર ૨૪ કલાક પોલીસ જવાનો ફરજ બજાવે છે ત્યારે સોમવારે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા વાહનો છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો અને છાપરી ચેકપોસ્ટ બોડર ઇન્ચાર્જ શ્રીજયકરણદાન તખતદાન ગઢવી જીણવટ ભરી ચેકિંગ કરતા હતા
ત્યારે બનાસકાંઠા ર્પાસિંગની બ્રેઝા ગાડી તે લોકલ નંબર હતો ય્ત્ન૦૮ મ્હ્લ ૨૧૯૯ અને શક જતા ગાડીને અંદર ઝીણવટ ભરી તપાસ કરતા ગાડીના અંદર ડીકીના પાછળના ભાગમાં બમ્પર નીચે ચોર ખાનું બનાવેલું બીજું ચોખાનું ઘેર બોક્સની નીચે બીજું ખાનનું ડેક્સ બોર્ડની નીચે ચોર ખાનાઓની અંદરથી દારૂ મળી મળી આવ્યો હતો અને જો બધી લોકલ ગાડીઓ પોલીસ ચેક કરે તો આવા તત્વોથી સારા માણસોની છાપ ખરાબ પડે છે
તે છાપ ખરાબ ના પડે અને અંબાજી પોલીસ સ્ટેશનમાં જ્યારથી નવા આવેલા પીઆઈ શ્રી જી.આર રબારી સાહેબની કામગીરી સારી છે અને તેમના સ્ટાફને સૂચનાઓ પણ આપેલી છે અને છાપરી ચેકપોસ્ટ બોડર ઇન્ચાર્જ શ્રીજયકરણદાન તખતદાન ગઢવી, એચ.સી. એ બ્રેઝા ય્ત્ન૦૮ મ્હ્લ ૨૧૯૯ ગાડી પકડી અને અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી
ગાડી અને મુદ્દા માલ પકડેલ હતું અને વાહનમાં ચોર ખાનું બનાવેલું હતું જેમાં ડીવાઈસ ૩ બોટલ,બ્લેન્ડર ૧૦ બોટલ, એન્ટીક્યુટી બ્લુ ૯૩ ક્વાટર, બ્લેન્ડર ૪ હાફ , અને બ્લેન્ડર કવાટર ૭ બોટલ છુપાવેલી હતી. આ કાર્ય મા જી.આર.રબારી પી.આઈ શ્રી અંબાજી પોલીસ સ્ટેશન છાપરી ચેકપોસ્ટ બોર્ડર ઇન્ચાર્જ શ્રી જયકરણદાન તખતદાન ગઢવી,એચ.સી.બક્કલ નંબર ૧૭૨૯,પીસી મગસીભાઈ કલ્યાણભાઈઅને પીસી અમિતદાન હિંમત દાન ગઢવી ની કામગીરી રહી હતી.