૩૧ વર્ષ જૂના કેસમાં કાર સેવકની કર્ણાટકમાં ધરપકડ કરવામાં આવી
નવી દિલ્હી, હાલ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કર્ણાટકમાં ૩૧ વર્ષ જૂના કેસમાં રામ મંદિર આંદોલનમાં સામેલ એક કારસેવકની ધરપકડ કરાયા બાદ રાજકારણ ગરમાયું છે. આ કાર્યવાહી બાદ ભાજપે કર્ણાટક સરકાર સામે બાયો ચઢાવી છે અને પૂજારીની ધરપકડને અયોગ્ય ઠેરવી છે.
દરમિયાન ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ કર્ણાટકમાં હિંસાત્મક પ્રદર્શનો થયા હતા, જેમાં કારસેવક શ્રીકાંત પુજારીને આરોપી બનાવાયા હતા. હવે આ મામલે ૩૧ વર્ષ બાદ તેમની ધરપકડ કરાઈ છે. આ ઘટના બાદ ભાજપે પુજારીની ધરપકડને અયોગ્ય ઠેરવી છે. ભાજપે કહ્યું કે, કર્ણાટક સરકાર કારસેવકને જાણીજાેઈને હેરાન કરી રહી છે.
એસડીપીઆઈ અને પીએફઆઈને ફ્રીમાં છોડી દેનારાઓ જાણીજાેઈને ૩૧ વર્ષ બાદ રામભક્તોની ધરપકડ કરી રહી છે. કોંગ્રેસને કોંગ્રેસને રામ મંદિર ખટકી રહ્યું છે. પૂજારીની ધરપકડના વિરોધમાં ભાજપ રાજ્યભરમાં વિરોધ-પ્રદર્શન કરશે.
મળતા અહેવાલો મુજબ, આ મામલો લાંબા સમયથી પેન્ડિંગ હતો, ત્યારબાદ એક અભિયાન હેઠળ કેસનો નિવેડો લવાયો હતો, જાેકે હવે ૩૦ વર્ષ બાદ હિંસાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી પર હિંસામાં સામેલ હોવાનો આરોપ લગાવાયો હતો, ત્યારે તે ૨૦ વર્ષનો હતો. આ મામલે ભાજપના નેતા સીટી રવિએ કહ્યું કે, કોંગ્રેસને રામ મંદિરથી સમસ્યા છે. તેમને લાગે છે કે, રામ તો છે જ નહીં, માત્ર એક કાલ્પનિક પાત્ર છે. ૩૦ વર્ષ પહેલા બનેલી ઘટનામાં હવે રાજભક્તની ધરપકડ કરવામાં આવી છે.
આ લોકો એસડીપીઆઈ/પીએફઆઈને છોડી દે છે અને રામ ભક્તોની ધરપકડ કરી લે છે. ઘટના બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, જાે કોઈએ ભુલ કરી છે તો અમે શું કરીશું ?
જેણે ગુનો આચર્યો, શું અમે તેને ખુલ્લો છોડી દઈએ. અમારી સરકાર તમામ જૂના કેસો ખતમ કરશે. પોલીસે કાયદા મુજબ કામ કર્યું છે. આ કોઈ નફરતનું રાજકારણ નથી. અમે કોઈ નિર્દોષની ધરપકડ કરી નથી. SS2SS