કેરેટલેને તેના 100મા શહેરમાં તેના 250મા સ્ટોરની શરૂઆત સાથે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી
ગાંધીનગર: ભારતની અગ્રણી ઓમ્નીચેનલ જ્વેલર કેરેટલેને તેના 100માં શહેર ગુજરાતના ગાંધીનગરમાં તેના 250મા સ્ટોરની શરૂઆત સાથે વધુ એક સિદ્ધિ મેળવી છે. નવો કેરેટલેન સ્ટોર 2,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે, જે તેની વિશાળ શ્રેણીની સુંદર જ્વેલરી ઓફરિંગ્સ સાથે ખરીદદારોને મોહિત કરશે.
આ લોન્ચ સાથે, બ્રાન્ડે ઉદયપુર, પ્રતાપ નગર, નાગપુર, કાલાપહાર, ગુવાહાટીમાં સ્ટોર્સ પણ શરૂ કર્યા છે અને રિટેલમાં 3.50 લાખ ચોરસ ફૂટેજમાં ફેલાયેલા સમગ્ર ભારતમાં 100 શહેરોમાં અગ્રણી ઓમ્નીચેનલ જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે તેનું સ્થાન મજબૂત કર્યું છે.
સ્ટોર બાળકો અને પુરુષો માટે જ્વેલરી સહિત 1,100થી વધુ ડિઝાઇનની પ્રભાવશાળી ઇન્વેન્ટરી ધરાવે છે. કેરેટલેન વિવિધ આઈપી દ્વારા તેના બાળકોની જ્વેલરી કેટેગરીને વિસ્તારવા પર સક્રિયપણે ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં હેરી પોટર x કેરેટલેન સૌથી લોકપ્રિય છે. આ ઉપરાંત, બ્રાન્ડ ઇન્સ્ટન્ટ એન્ગ્રેવિંગ, ઇયર પિયર્સિંગ, મોટી રિંગ સાઇઝની તૈયાર ઇન્વેન્ટરી અને તેના તમામ ગ્રાહકોને પર્સનલાઇઝ્ડ ગિફ્ટિંગ સર્વિસીસ પ્રદાન કરે છે, જે એક આનંદદાયક ખરીદીનો અનુભવ બનાવે છે.
નવા સ્ટોર લોન્ચ વિશે કેરેટલેનના ચીફ ઓપરેટિંગ ઓફિસર અતુલ સિંહાએ જણાવ્યું હતું કે, “કેરેટલેન માટે સમગ્ર ભારતમાં 100મા શહેરમાં અમારા 250મા સ્ટોરના આ નોંધપાત્ર માઈલસ્ટોન સુધી પહોંચવું એ માત્ર ઊજવણી જ નથી, પરંતુ સૌના માટે સુંદર અને કિફાયતી જ્વેલરી બનાવવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
દરેક નવા સ્ટોર સાથે, અમે વધુને વધુ ગ્રાહકોને તેમને ગમતી જ્વેલરી ડિઝાઇન શોધવા માટે અને ટ્રાય એટ હોમ અને ઈન સ્ટોર જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને તેમની નજીકના સ્ટોરમાં ડિઝાઇન અજમાવવા માટે સક્ષમ બનાવી રહ્યા છીએ.”
આ સ્ટોરનું લોન્ચિંગ કેરેટલેનની આક્રમક વિસ્તરણ યોજનાનો એક ભાગ છે, જેમાં સમગ્ર ભારતમાં દ્વિતીય અને તૃતીય કક્ષાના શહેરોમાં સ્ટોર્સ ખોલવાનો સમાવેશ થાય છે. કંપનીનું વિઝન તેના ઓમ્નીચેનલ અભિગમ દ્વારા દેશના દરેક ભાગમાં ગ્રાહકો માટે પ્રીમિયમ જ્વેલરી સુલભ બનાવવાનું છે.