સિદ્ધાર્થ-કિયારા વિશે કાર્ડ રીડરની આગાહી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાને બે વર્ષ પછી સંતાન થશે
મુંબઈ, એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેસલમેરમાં લગ્ન કરવાના છે. તેઓ બંને છેલ્લાં કેટલાંક સમયથી ડેટ કરી રહ્યા છે. બંનેએ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં તેમના મિત્રો અને પરિવારજનો પહોંચી ગયા છે. હવે આ સાથે સેલિબ્રિટી ટેરો કાર્ડ રીડર દિવ્યા પંડિતે આ કપલ વિશે પોતાની ભવિષ્યવાણી જણાવી છે.
તેમણે કહ્યું કે લગ્ન પછી બંનેનું જીવન કેવું રહેશે, તેઓના કેટલાં બાળકો હશે? દિવ્યા પંડિતે તેમના વખાણ કર્યા છે અને કહ્યું કે તેમનું જીવન લાંબા સમય સુધી સારું ચાલશે. તેમણે કહ્યું, ‘સિદ્ધાર્થ માટે કોઈ ડાઉનટાઇમ નથી. તેમણે કહ્યું કે કિયારા એક ‘અદ્ભૂત’ મહિલા છે. ‘તે એક અદ્ભુત વ્યક્તિ છે. કિયારા સિદ્ધાર્થ માટે ભાગ્યશાળી હશે અને તેઓના લગ્ન લાંબા સમય સુધી ચાલશે.
તેઓ સામાન્ય લોકો જેવા છે. કિયારા સિદ્ધાર્થ માટે લકી સાબિત થશે. થોડા સમયમાં તેમની પાસે એક પ્રોડક્શન હાઉસ પણ હશે. કિયારા સારી પત્ની બનશે. બે વર્ષમાં તેઓના બાળકો આવશે. દિવ્યા પંડિત કહે છે કે કપલે વધારે ના વિચારવું જાેઈએ. દિવ્યાએ સિદ્ધાર્થ અને કિયારાને કેટલીક સલાહ પણ આપી હતી. દિવ્યાએ કહ્યું, ‘સિદ્ધાર્થ ઘણું વિચારે છે.
તે ખૂબ વિચારે છે. તેણે આ ઘટાડવું જાેઈએ. કિયારાના પરિવર્તન માટે આ સારો સમય છે. સિદ્ધાર્થના પરિવાર તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. સિદ્ધાર્થે કિયારા પાસેથી પોતાના જીવનમાં ‘પરિવર્તન’ના આ સમયનો આનંદ માણવો જાેઈએ. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને લઈને છેલ્લા કેટલાય મહિનાઓથી જાતજાતની અટકળો લાગી રહી હતી.
આખરે કપલના લગ્ન થવા જઈ રહ્યા છે. લગ્ન માટે શનિવારે જ કિયારા અને સિદ્ધાર્થ પોતપોતાના પરિવારો સાથે જેસલમેર પહોંચી ગયા છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારા સાત ફેરા લેશે. અત્યાર સુધી કપલ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પરંતુ સિદ્ધાર્થના ભાઈ અને મમ્મીએ લગ્ન કન્ફર્મ કરી દીધા છે.
આજથી એટલે કે, ૫ ફેબ્રુઆરીથી સિદ્ધાર્થ-કિયારાના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ રહ્યા છે. લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા માટે મહેમાનો જેસલમેર પહોંચી ગયા છે.કરણ જાેહર, શાહિદ કપૂર, મીરાં રાજપૂત, આકાશ અંબાણી જેવા મહેમાનો પણ જેસલમેરમાં હાજર છે.ss1