કેર હેલ્થ ઇન્શ્યોરન્સે તેની સુપ્રીમ પ્રોડક્ટ-કેર સુપ્રીમ રજૂ કરી
આ પ્રોડક્ટમાં આયુષ સારવાર કે રોબોટિક સર્જરી જેવી એડવાન્સ સારવાર જેવી ટ્રીટમેન્ટ કે ટેકનોલોજી પરની પેટામર્યાદા નથી, અને સમાન બિમારીની સારવાર માટે સમ ઇન્શ્યોર્ડનાં અનલિમિટેડ રિચાર્જની સગવડ પૂરી પાડે છે.
નવી દિલ્હી, ભારતની અગ્રણી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્પેશ્યાલિસ્ટ્સમાં સ્થાન પામતી કેર હેલ્થ ઇન્શ્યોરન્સે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ ‘કેર સુપ્રીમ’ લોંચ કરી હતી, જે તમારા હેલ્થ કવરમાંથી મળનારાં મૂલ્યને પુનઃવ્યાખ્યાયિત કરશે. આ પ્રોડક્ટ પોલિસીધારકોને ભવિષ્યમાં આવતી મેડિકલ ઇમરજન્સીને કારણે સર્જાતા અણધાર્યા સંજોગોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
કેર સુપ્રીમ’ વીમાધારકને પોતાની પસંદગી પ્રમાણે જીવવાની અને ચિંતા-મુક્ત રહેવાની સ્વતંત્રતા પૂરી પાડે છે. આ યોજના હેઠળ પોલિસીધારકને વિશ્વકક્ષાની હેલ્થકેર મળશે, ક્યુમ્યુલેટિવ બોનસ સુપરમાં સમ ઇન્શ્યોર્ડમાં 500 ટકાનો વધારો, અગાઉ સારવાર કરાયેલી
અથવા નવી બિમારી માટે મલ્ટીપલ હોસ્પિટલાઇઝેશન કવર કરવા સમ ઇન્શ્યોર્ડનું અનલિમિટેડ ઓટોમેટિક રિચાર્જ, આયુષ અથવા રોબોટિક સર્જરી અને ઓર્ગન ડોનર જેવી એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ પર કોઇ પેટામર્યાદા નથી. વધુમાં, આ પોલિસી ઓનલાઇન ફિટનેસ અને વેલનેસ તથા ન્યુટ્રીશનિસ્ટ સેશન્સનાં અમર્યાદિત એક્સેસ દ્વારા ફિટનેસ સુનિશ્ચિત કરે છે.
વિવિધ ફીચરથી સમૃદ્ધ આ પ્રોડક્ટ અંગે બોલતા કેર હેલ્થ ઇન્શ્યોરન્સના ડિરેક્ટર અને હેડ-રિટેલ- અજય શાહે જણાવ્યું હતું કે, “સતત બદલાતી જતી હેલ્થકેર ટેકનોલોજી અને મેડિકલ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોઇ પણ અણધારી મેડિકલ ઇમરજન્સી માટે પોતાની જાતને બચાવવી જરૂરી છે.
કેર સુપ્રીમ પોલિસીધારકને આર્થિક સલામતી પૂરી પાડવાની સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરે છે કે જરૂર પડ્યે તેમને શ્રેષ્ઠ ઉપલબ્ધ સારવાર મળે, સમ ઇન્શ્યોર્ડ/કવરેજનો મહત્તમ લાભ મળે અને ફિટ રહેવા માટે સેશન્સનો લાભ મળે. આ પ્રોડક્ટ તમામ સંદર્ભમાં પોલિસીધારકને તેનાં હેલ્થ ઇન્શ્યોરન્સમાંથી મળતા મૂલ્યને પુનઃવ્યાખ્યાયિત કરે છે.”
વધુમાં, આ પોલિસી તેનાં ગ્રાહકોને રીન્યુઅલ પ્રીમિયમ પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે અને તેઓ જે શહેરમાં રહેતા હોય તે પ્રમાણે પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ આપે છે. તેનો હેતુ પોલિસીધારકને તેમનાં ફિટનેસ ધ્યેયને હાંસલ કરવાની દિશામાં ખૂબ મહેનત કરવા પ્રોત્સાહિત કરવાની સાથે સાથે તેમને વળતર આપવાનો પણ છે.