Western Times News

Gujarati News

Nehru Yuva Kendra દ્વારા કારકિર્દી માર્ગદર્શન કાર્ય શાળા યોજાયો

ગોધરા, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા કેરિયર ગાઈડન્સ વર્કશોપ આજ રોજ યોજાયો. આ કાર્યક્રમમાં આ વિસ્તારનાં ૧૬૦ થી વધુ જેટલા યુવા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો.

દિપ પ્રાગટ્ય તેમજ ફુલહાર થી સ્વાગત કરીને પ્રારંભ કર્યો આ કાર્યશિબિરમાં યુવાનોને આર્ત્મનિભર ભારત, સ્વરોજગારી, સ્ટાર્ટઅપ ઇનોવેશન,યોગા. તંદુરસ્તી. કસરતો. સ્પર્ધાત્મક વિવિધ પરીક્ષા તેમજ કારકિર્દી વિશે માહિતી વિવિધ વિષયના તજજ્ઞ જેવા કે જંયતિલાલ કલાસવા.નરેન્દ્રભાઈ પટેલ. હસમુખ પટેલ. દ્વારા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ પટેલ સાહેબ નેહરુ યુવા કેન્દ્ર, ગોધરા જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ તેમજ એકાઉન્ટ અશોકભાઈ પરમાર અંતે પ્રેસ્નોતરી કરીને બાળકોને અતિસુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ બનાવવા બદલ શાળા પરિવાર અને બાળકોને જિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈએ ધન્યવાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.