ડુબી રહેલા કાર્ગો જહાજની વ્હારે કોસ્ટગાર્ડ આવ્યું,
૨૦ને બચાવી લેવાયા
પોરબંદર, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસક્યું કોર્ડીનેશન સેન્ટરને એક ઇમરજન્સી કોલ મળ્યો હતો.
જેમાં ખોર ફક્કનથી કારવાર તરફ જતા ગ્લોબલ કીંગ ૧ નામના કાર્ગો જહાજમાં પાણી ભરાઇ રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના પગલે પોરબંદરના દરિયાથી ૧૯૫ કિલોમીટર દુર પસાર થતા કાર્ગો જહાજની મદદ ભારતીય કોસ્ટગાર્ડ પહોંચ્યું હતું.
પોરબંદર કોસ્ટગાર્ડે એર એન્કલેવ ખાતે હાલમાંજ કમિશન થયેલા બે એએલએચ ધ્રુવ ચોપર્સની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. પાણી ભરાયેલા જહાજમાં ૬ હજાર ટન બિટ્યુમીન કોલસો હતો. કોસ્ટગાર્ડ દ્વારા રેસક્યું કરવામાં આવેલા ક્રૂ મેમ્બરોમાં ૨૦ ભારતીય, ૧ પાકિસ્તાની અને ૧ શ્રીલંકનક્રૂ મેમ્બર હતા.
જાે કે તમામને સુરક્ષીત રીતે બચાવી લેવાયા હતા. બચાવાયેલા ૨૨ જેટલા ક્રૂ મેમ્બરોને કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર અને જહાજની મદદથી રેસક્યું કરીને પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે લાવવા માટે તાજવીજ હાથ ધરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર બે દિવસથી દરિયો ગાંડોતુર બબન્યો છે. પોરબંદરના કિનારાના વિસ્તારોમાં પણ દરિયાનાં મોજા ખુબ જ ઉંચા ઉછળી રહેલા જાેવા મળે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના અપાઇ ચુકી છે.