નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યના સામાનમાંથી કારતૂસ મળી
શ્રીનગર, નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યના સામાનમાંથી કારતૂસ મળી આવી હતી. જે બાદ એરપોર્ટ પરથી તેમની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના બિજબેહરાના ધારાસભ્ય અને નેશનલ કોન્ફરન્સના નેતા બશીર અહેમદ વીરીની બેગમાંથી પિસ્તોલની બે ગોળીઓ મળી આવી છે, ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના બિજબેહરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને નેશનલ કોન્ફરન્સના નેતા બશીર અહેમદ વીરીને શ્રીનગર એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર તેના સામાનમાંથી બે પિસ્તોલની ગોળીઓ મળી આવી હતી. સુરક્ષા દળોએ તેમની પાસેથી પિસ્તોલની બે ગોળીઓ મળી આવી છે.
વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે કે જમ્મુ જઈ રહેલા વીરીને એરપોર્ટ પર નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યો હતો. ધારાસભ્યને પૂછપરછ માટે તાત્કાલિક હુમહામા પોલીસ ચોકીમાં લઈ જવામાં આવ્યા હતા.આ ગોળીઓ તેમના કબજામાં કેવી રીતે આવી તે જાણવા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે વીરી પાસે લાયસન્સવાળી પિસ્તોલ હતી અને હથિયારમાંથી બે ગોળીઓ અકસ્માતે તેની બેગમાં રહી ગઈ હતી. અધિકારીઓએ કહ્યું કે તપાસ ચાલુ છે અને વિગતવાર માહિતી મળ્યા બાદ વધુ માહિતી આપવામાં આવશે.૫૭ વર્ષીય નેશનલ કોન્ફરન્સના નેતા વ્યવસાયે મેડિકલ ડોક્ટર અને સામાજિક કાર્યકર છે.
જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બશીર અહેમદ વીરે બિજબેહરા વિધાનસભા બેઠક પરથી જંગી જીત નોંધાવી હતી. વીરીએ ચૂંટણીમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળના પીડીપી નેતા ઇલ્તિજા મુફ્તીને મોટા મતોથી હરાવ્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વીરીની કુલ જાહેર કરેલી સંપત્તિ રૂ. ૨.૬ કરોડ છે, જેમાંથી જંગમ સંપત્તિ રૂ. ૭૪.૫ લાખ અને સ્થાવર મિલકત રૂ. ૧.૯ કરોડ છે.