Western Times News

Gujarati News

ગુજરાતમાં હ્રદયરોગ સંબંધિત કેસ ૪ વર્ષમાં બમણા થયાં

અમદાવાદ, ગુજરાતમાં હ્રદય સંબંધિત બિમારીના કેસમાં વધારો નોંધાયો છે. આ વર્ષે અત્યાર સુધી ૭૩,૪૭૦ લોકોને હૃદયની સમસ્યાને પગલે હાસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેની સરખામણીએ વર્ષ ૨૦૨૧માં હૃદયની સમસ્યાના ૪૨,૫૫૫ દર્દી હતા.

આમ, ચાર વર્ષમાં બમણા જેટલો વધારો નોંધાયો છે. ગુજરાતમાં આ વર્ષે હૃદયની સમસ્યાના દરરોજ સરેરાશ ૨૩૧ જ્યારે પ્રતિ કલાકે ૯ જેટલા દર્દી નોંધાય છે.

આ વર્ષે ‘૧૦૮’ને હૃદયની સમસ્યાના ૮૩,૪૮૦ કોલ્સ ઈમરજન્સી સેવા ‘૧૦૮’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૧માં ૪૨,૫૫૫, ૨૦૨૨માં ૫૬,૨૭૭, ૨૦૨૩માં ૭૨,૫૭૩ કોલ્સ નોંધાયા હતા.

વર્ષ ૨૦૨૪માં ૨૬મી ડિસેમ્બર સુધીની સ્થિતિએ ગુજરાતમાં આ બીમારીના ૮૩,૪૮૦ કોલ્સ આવ્યા છે એટલે કે ગત વર્ષની સરખામણીએ ૧૭ ટકા જેટલો ઉછાળો આવ્યો છે.વર્ષ ૨૦૨૧માં ૭.૨૫ લાખ લોકોનાં મૃત્યુ ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૭.૨૫ લાખ લોકોનાં મોત નોંધાયા હતા, આ એક વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં મેડિકલી સર્ટિફાઈડ થયેલા અથવા નહીં થયેલા કેસમાં હાર્ટ ફેલ્યોરના કારણે કુલ ૯૩,૭૩૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગુજરાતમાં હાર્ટ ફેલ્યોરના કારણે વર્ષ ૨૦૨૧માં શહેરી વિસ્તારમાં ૬૯,૧૮૦ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪,૬૧૭ લોકોનાં એમ કુલ ૯૩,૭૯૭નાં મોત થયા છે, શહેરી વિસ્તારમાં ૭૦ વર્ષ કે તેથી વધુ વયના ૨૧,૨૮૯, ૬૫થી ૬૯ વર્ષની વયના ૮૬૬૮, ૫૫થી ૬૪ વર્ષની વયના ૧૬,૮૬૧, ૪૫થી ૫૪ વર્ષની વયના ૧૧,૬૨૭ દર્દીનાં હાર્ટ ફેલ થવાથી મોત થયા છે, ૩૫થી ૪૫ વર્ષની વયના ૫૮૫૦, ૨૫થી ૩૪ની વયે ૨૫૯૩નાં મોત થયા છે.

એક વર્ષથી ઓછી વયે હાર્ટફેલ થવાથી ૭૩૨, એકથી ૪ વર્ષની વયે ૨૦૫, ૫થી ૧૪ વર્ષે ૩૦૩ અને ૧૫થી ૨૪ વર્ષે ૧૦૫૧ મોત થયા છે. એકંદરે ૧૫થી ૪૪ વર્ષની વયે ૯૪૯૪ મોત થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.