જાતિ આધારિત વસતી ગણતરી સમાજના એક્સ-રે સમાનઃ રાહુલ

નવી દિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરીની માગણી સાથે ભાજપ-આરએસએસ નેતૃત્વની ફરી એક વખત ટીકા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ભાજપ-આરએસએસ જાતિ આધારિત વસતી ગણતરીનો વિરોધ કરી રહ્યા છે પરંતુ જમીની વાસ્તવિકતાના આધારે સામાજિક ન્યાયને સુદૃઢ બનાવતી નીતિઓ ઘડવામાં કોંગ્રેસ પાછી પાની નહીં કરે. સંઘના વડા મોહન ભાગવત જાતિ આધારિત વસતી ગણતરીનો વિરોધ કરી છે, પરંતુ આ પ્રકારની વસતી ગણતરી સમાજના એક્સ રેસમાન છે.
તેનાથી વસતીની સાચી સ્થિતિ જાણી શકાશે અને સર્વગ્રાહી નીતિઓ ઘડી શકાશે. પટણા ખાતે સંવિધાન બચાઓ સંમેલનમાં રાહુલ ગાંધીએ તેલંગાણામાં કોંગ્રેસના જાતિ આધારિત સર્વેની વાત કરી હતી. તેમણે દાવો કર્યાે હતો કે તેનાથી રાજ્યના રાજકીય પરિદૃશ્યને ફરી ઘડી શકાશે.
તેલંગાણા જેવી જ અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જોઈ શકાશે. બિહાર કોંગ્રેસના નેતૃત્વમાં પરિવર્તન અંગે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, અગાઉ બિહારના બે તૃતિયાંશ ડિલ્લા પ્રમુખો ઉચ્ચ જાતિના હતા. મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં અત્યારે બે તૃતિયાંશ જિલ્લા પ્રમુખો ઓબીસી, ઈબીસી, દલિત અને મહાદલિત સમાજના છે. વસતીના આંકડાના આધારે નેતૃત્વની ભૂમિકામાં ફેરફાર કરાયો છે.
પક્ષના કાર્યકરોને પછાત સમાજો સાથે સંકલન વધારવાની હાકલ કરતાં રાહુલ ગાંધીએ નાગરિક લક્ષી રાજકીય અભિયાન પર ભાર મૂક્યો હતો.
બિહારે દરેક વખતે પરિવર્તનની આગેવાની લીધી છે અને આ વખતે પણ બિહાર જ અગ્રીમ મોરચે રહેશે. બંધારણ અંગે વાત કરતાં રાહુલે કહ્યુ હતું કે, તેમાં દેશના પ્રાચીન મૂલ્યોનું પ્રતિબિંબ છે. સાવરકરના વિચારોને તેમાં કોઈ સ્થાન નથી. ડો. બી. આર. આંબેડકર અને મહાત્મા ગાંધીની પ્રશંસા કરતાં રાહુલે કહ્યું હતું કે, આંબેડકરે દલિતોની પીડાને અધિકારોમાં બદલી હતી.
લોકોના સંઘર્ષમાંથી બોધપાઠ લઈને મહાન નેતાઓએ તેને કાયદામાં સમાવ્યા છે. સત્ય માટેની આ લડાઆ હજુ અવિરત છે. વર્તમાન સમયમાં સાચુ બોલવાનું કઠિન છે. લોકો આ સચ્ચાઈ જાણે છે, પરંતુ ઘણાં નેતાઓ તેનો સ્વીકાર કરતાં ગભરાય છે.SS1MS