સીંગતેલના ભાવ ૩,૦૮૦ થી ૩૧૦૦ રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે
અમદાવાદ, વિદેશી ખાદ્યતેલના ઘટાડાની વચ્ચે સીંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જાેવા મળ્યો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. Castor oil prices between Rs 3,080 and Rs 3,100
આ ભાવ વધારા બાદ સીંગતેલના ડબ્બાનો ભાવ ૩૧૦૦ રૂપિયા નજીક પહોંચી ગયો છે. બ્રાન્ડેડ સીંગતેલના ભાવ ૩,૦૮૦ થી ૩૧૦૦ રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે. પીલાણ બરની મગફળીની ઓછી આવકને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ સીંગતેલનાં ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. ટમેટા, ડુંગળી બાદ હવે સીંગતેલમાં પણ લાલચોળ તેજી જાેવા મળી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે.
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ લોકો સીંગતેલમાં બનાવે છે જેના કારણે આ વખતે આ તમામ વસ્તુઓ ભાવમાં પણ વધારો જાેવા મળી શકે છે. ઓછી ઉપજ અને સરસવના તેલીબિયાંના કારણે વિદેશી બજારોમાં ઘટાડાનાં વલણ વચ્ચે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સોમવારે સરસવનું તેલ, સોયાબીન તેલ-તેલીબિયાં, ક્રૂડ પામ ઓઈલ અને પામોલીન તેલના ભાવમાં ઘટાડો થયો હતો.
સીંગદાણા તેલ-તેલીબિયાં અને કપાસિયા તેલના ભાવ તહેવારોની માંગ વચ્ચે અગાઉના સ્તરે બંધ થયા હતા. શિકાગો એક્સચેન્જ અને મલેશિયા એક્સચેન્જ હાલમાં ઘટાડા પર છે.SS1MS